________________
રોચક કથા અણગાર માર્ગ ગતિ
ઉત્તરાધ્યયન સૂત્ર - અધ્યયન ૩૫મું સુધર્માસ્વામી, ભગવાન મહાવીરના પંચમ પટ્ટધર ગણધર હતા. તેઓ પોતાના પટ્ટધર જંબૂસ્વામીને સમજાવે છે.
મહાવીર ભગવાનની સ્વયંની અંતિમ દેશનાની વાણી સૂત્રબદ્ધ થઈ તે ઉત્તરાધ્યયન તરીકે વિશ્વમાં વ્યાપક બની, ખૂબ આદર પામી. તેનું ૩૫મું અધ્યયન “હે આયુષ્યમાન જંબૂ! તને સમજાવું છું.”
અણગાર એટલે અગાર વિનાના, અગાર એટલે ઘર, ભવન, નિકેતન, નિવાસ, આવાસ, આશ્રય, સ્થાન, મુકામ, આયતન, આલય, નિલય, આ બધા ગૃહનાં નામો છે.
અણગાર શબ્દવેધક અને સૂચક છે, સાંકેતિક છે. આ શબ્દ જૈન ગ્રંથો સિવાય બીજે ઉપલબ્ધ નથી. સાધુ થવા ઘર છોડે તે અણગાર કહેવાય. જીવને ઘરનું જબરું ખેંચાણ હોય છે. દુનિયાનો છેડો ઘર કહેવાય છે. લોકો બધું ઘરભેગું કરવામાં જ માને છે. ઘર ભરવામાં અને સજાવવામાં જિંદગી આખી રચ્યાપચ્યા રહે છે. અન્ય ધર્મમાં ઘરને ગૃહસ્થાશ્રમ કહેવામાં આવ્યું છે. જીવનના ૪ સાધનાકાળ બતાવ્યા છે. ગૃહસ્થાશ્રમ, બ્રહ્મચર્યાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને અંતે સંન્યાસાશ્રમ.
બધી જ સાધના પદ્ધતિમાં ઘર અને પરિવારથી છૂટ્યા વિના આત્માનું સાધન પરિપૂર્ણ બનતું નથી. આ નિર્વિવાદરૂપે દરેક ભારતીય ધર્મમાં સ્વીકારાયું છે.
આપણું શરીર પણ અસંખ્ય જીવજંતુને રહેવાનું નિકેતન છે. માટે જ શરીરને આયતન પણ કહ્યું છે.
બહુ મોટો સવાલ એ છે કે, આ ઘર શું છે? હકિકતમાં એ કોનું છે? આમાં કંઈ માલ છે કે અમથા બધા મારું મારું કરે છે? અશાંતિ ઊભી કરે છે? ઘર બહુ જ સારું સજાવે છે પણ એમાં શાંતિથી રહેવાની કોઈ કળા કે વ્યવસ્થા માણસ પાસે જણાતી નથી. કોઈ કોઈને કાઢી મૂકે છે, કોઈ કોઈને છોડીને જતાં રહે છે, ================= ૧૧૧ -KNEF==============