________________
વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યેની નફરત એ આર્તધ્યાનનો પહેલો પાયો છે. પરિસ્થિતિનો સ્વીકાર દ્રઢપ્રહારીએ કરી જાણ્યો અને મોક્ષ સુધી પહોંચ્યા. “જે દિવસે મને મારું પાપ યાદ આવશે તે દિવસે ભોજન નહીં કરું અને ક્ષમા ધારણ કરીશ.” આવી મહાપ્રતિજ્ઞા સાધુજીવનના સ્વીકાર બાદ દ્રઢપ્રહારીએ કરી હતી. રોગ વિયોગ પ્રણિધાન : રોગને સમભાવે સહેવો એ કર્મને કાઢવાનો શ્રેષ્ઠ ઉપાય છે. દર્દ જ્યાં છે ત્યાંજ રાખો, મન સુધી ના લઈ જાઓ! તેને મજેથી સહી લો. શરીરની મમતાને ઘટાડવા અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિ વગેરે ભાવનાઓ ઉપકારક બને છે. ૭. આશ્રવ, ૮. સંવર, ૯. નિર્જરા, ૧૦. લોકસ્વભાવ, ૧૧. બોધિદુર્લભ, ૧૨. ધર્મસ્વાખ્યાત.
“મનોવિજય અને આત્મશુદ્ધિ' પુસ્તકમાંથી ગુણોમાં સુખનો અનુભવ ન થાય ત્યાં સુધી મન તેને સુખનું સાધન માનવા તૈયાર ન થાય માટે “માન્યતા” ન બદલાય.
સુર નર પંડિત જન સમજાવે, સમજે ન મારો સાલો. આનંદઘનજી ગાય છે. મન ગામ આખાને સમજાવે પણ પોતાને કોણ સમજાવે? જ મનોવિજયની સાધનાનાં ૫ પગથિયાં ? ૧. શ્રદ્ધા : પાંગળા મન કરતાં આત્માની અગાધ શક્તિમાં વિશ્વાસ. ૨. સંકલ્પ બળ : “મારે મનને જીતવું જ છે” સંકલ્પ. ૩. સંવેગ ઃ નિરંકુશ મનનાં તોફાનો - વાસના – વિકારોથી કંટાળો, ઉદ્વેગ.
ટૂંકમાં વૈરાગ્યનો રાગ. ૪. સમજણ મનને સમજાવટ અને કબૂલાતથી કાબૂમાં લાવવાની Technique ૫. સાધનાઃ મનોવિજયના આલંબનો કે અનુષ્ઠાનોમાં સતત પ્રયત્ન, પુરુષાર્થ,
મથામણ જારી રાખવા.