________________
- તમને જે મળ્યું છે, જેના પર તમારો મોટો મદાર અને મલકાટ છે તેનો
કોઈ જ વિશ્વાસ નથી. માગી લાવેલા માલથી ક્યારેય અમીર થવાતું નથી. સ્વ યા પરની સુરક્ષાની-બચાવની પૂરી જવાબદારી લે છે એ જ નાથ. કેટલું જાણો છો એ મહત્ત્વનું નથી પણ તમારા ઈરાદા શું છે એ ખાસ મહત્ત્વની વાત છે. તમે તમારા હૈયાને સરળ અને બુદ્ધિને નિર્મળ રાખજો. આપણો પરલોક જ્ઞાન પર નહીં, ઈરાદા પર ઊભો છે! ધર્મનો ડોળ કરવો સહેલો છે, ધર્મી બનવું અઘરું છે. સારા દેખાવા આપણે ઘણું કરીએ છીએ પણ સારા થવા આપણી પાસે શું કાર્યક્રમ છે? કાર્યક્રમ છે ખરો? સૂરજ તો ક્યારનોય ઊગી ગયો છે. આપણી દુનિયાને એણે હજાર હજાર કિરણોથી અજવાળી કરી મૂકી છે. માત્ર આપણે બારણાં ખોલવાની જ વાર છે. બારણાં ખૂલતાં અંધારુ નહીં જ ટકી શકે. પ્રકાશથી દુર્ગધ, જીવના રોગનાં જંતુ પણ ચાલ્યા જશે. દોષરૂપી ધૂળ-કચરો દેખાવા લાગશે. તમે તેને દૂર કરવાના ઉપાયો ગોતવા લાગશો! કેવી અજબની વાત? શાંત, પવિત્ર, નિર્મળ, અંદરથી ખાલી થઈ સરળ સ્વભાવે જ્ઞાનીની વાણી સાંભળી લઈએ તો ચોક્કસ નિહાલ થઈએ! મોટા : મોટી તકદીરવાળા આપીને રાજી થાય છે. મધ્યમ : મધ્યમ લોકો બચાવીને રાજી થાય છે. હલકા : હલકા લોકો મફતનું લઈને રાજી થાય છે. નીચ : નીચ લોકો છેતરપીંડીનું કામ કરી રાજી થાય છે. કુદરતની કચેરીમાં બધું જ નોંધાય છે, તમે સમજી-ચેતીને ચાલજો. તમે ડાહ્યા થજો, પળેપળ મોંઘી છે, તમે તેને ખોશો નહીં. ઘરમાં બધા જ ભેગા થઈ સામાયિક કરજો, ધર્મકથા કરજો. મુઢિ સહિય, ગ્રંથિ સહિય, જેવા કલાક બે કલાકના પચ્ચખાણ લેજો. સાવ સરળતાથી ધર્મ કરી શકાય છે. પૈસાથી કંઈ જ વળતું નથી. પૈસા વડે સચ્ચાઈને ખોટામાં ખપાવી શકાતી
નથી. પક્ષીની જેમ જીવવાનું છે, એક દિવસ ઉડી જવાનું છે. =================^ ૧૩૧ -KNEF==============