________________
આત્મામાં શોર્ય, સચ્ચાઈનો રણકો, શ્રદ્ધાની સ્થિરતા, આત્મીય નિખાલસતા અને તપના વેધક તેજથી અંદરના ખાલીપણાને ભરી દીધું હતું.
બુદ્ધિની નિર્મળતા, હૃદયની સરળતા અને વિચારોની પરિપક્વતા વિના સાચું જાણવાની ઉત્કંઠા જાગતી નથી. સાચું તે મારું ઃ
નક્ષત્રોનું મૂળ ચંદ્ર છે. ચંદ્રના લીધે જ નક્ષત્રો ગોઠવાયાં છે. - ભગવાન ઋષભદેવ ધર્મનું મૂળ છે.
સાચી સંપત્તિ નિષ્પરિગ્રહતા છે. જ્ઞાન-વિદ્યા એ જ સંપત્તિ છે. * સમતાથી શ્રમણ, બ્રહ્મચર્યથી બ્રાહ્મણ, જ્ઞાનથી મુનિ અને તપથી તાપસ
થવાય છે. * જો જો, પરમાત્માનાં નામે પરમાત્માથી દૂર ના નીકળી જાવ.
મોક્ષમાર્ગ ગતિ
ઉત્તરાધ્યયન સૂત્ર - અધ્યયન ૨૮મું જ આ જીવ દુઃખ, દર્દ પીડા, સંતાપ, જન્મ ને મરણથી મૂકાય, કલેશ-કષાય,
વધ, બંધનથી છૂટે તે મોક્ષ. જન્મ, મરણ, ખાઈને ધરાય, વળી પાછો ભૂખ્યો થાય. હસે ને પાછો રડે, ચડે ને પડે, રાજા થઈને ભિખારી બને. આ બધાથી છૂટવાનો, મોક્ષ સાધવાનો જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ એક માત્ર મોક્ષનો માર્ગ છે. આ સિવાય મોક્ષનો કોઈ જ રસ્તો નથી. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ ચારેય
આપણામાં પડેલા છે, આપણી જ સંપત્તિ છે, બહારથી લાવવાની જ નથી. * મન દુનિયાની દોલતથી નાચે કૂદે છે, આત્મા કદીયે નહીં. પ્રભુએ જે જ્ઞાન
આપેલું છે તેના પર દ્રઢ શ્રદ્ધા કરો. શ્રદ્ધા વિનાનું જ્ઞાન જ્ઞાન જ નથી. ક સ્વાધ્યાય કરો, શ્રુત શીખવાનું છે. તે મેળવશો તો કેવળજ્ઞાન મળશે. શ્રુત
મતિ વિના નહીં મેળવી શકાય. મતિ શુદ્ધ અને નિર્મળ જોઈએ. શાસ્ત્ર,
શ્રવણ, સ્વાધ્યાય, અધ્યયનથી “ક્ષયોપશમ' થાય છે. =================* ૧૦૩ -KNEF==============