________________
****
܀
܀
܀
બહા૨ની સંપત્તિ તથા પ્રકારના કર્મના વિપાકોદયે મળવી તે પ્રારબ્ધ છે. જ્યારે આત્માને કર્મરહિત કરવો તે આપણો પુરુષાર્થ છે.
આવી મળવું પ્રારબ્ધ છે જે અક્રિયા છે, પ્રયત્નપૂર્વક ઈચ્છા પ્રમાણેનું મેળવવું તે પુરુષાર્થ છે.
܀
પ્રારબ્ધ ‘૫૨’ વસ્તુના સંબંધે છે તે પરાધીન છે, ‘૫૨’ વસ્તુ મળે પણ ખરી અને ન પણ મળે. કર્મનો ઉદય છે તે પ્રારબ્ધ છે. ભાવમાં પરિવર્તન કરવું પુરુષાર્થ છે. ક્રોધના સંયોગોમાં ક્ષમાભાવ ધા૨ણ ક૨વો તે પુરુષાર્થ છે. કર્મનો ઉદય છે પણ ભાવનો ઉદય નથી.
પાંચ સમવાય કા૨ણોને સાધન બનાવી, સાધના કરી સાધ્ય અર્થાત્ સિદ્ધિ પ્રાપ્ત કરવાની છે.
કાળ
:
જે વર્તમાન છે તે ભૂત બને છે અને ભવિષ્ય વર્તમાન બનીને અવતરે છે. વર્તમાનનો ઉપયોગ કરી ભૂત, ભવિષ્યને ખતમ કરી કાલાતીત એટલે અકાળ થવાની સાધના કરવાની છે.
નિયતિ
♦ કાળનું વહેણ વિનાશી છે. કાળના વમળમાંથી નીકળી ભૂતભવિષ્યની શૃંખલા તોડવી રહી.
સ્વભાવ : જીવે ચિંતન, મનન, મંથન કરી સ્વભાવમાં આવવાની સાધના કરવી રહી.
કર્મ
: જીવે વિવેકી બની સત્કર્મ ત૨ફ વળવું જોઈએ.
ઉધમ : જીવે શુભમાં પ્રગતિશીલ થવું જોઈએ. પ્રમાદ છોડી અપ્રમત્ત બની શુભમાં જોડાઈ શુદ્ધ થવું જોઈએ.
: જીવે રતિ-અતિ, હર્ષ-શોકથી દૂર રહી સમભાવ ટકાવવાની સાધના ક૨વી જોઈએ.
કાળ, કર્મ, ઉદ્યમ, નિયતિ આત્માનું સ્વરૂપ નથી પરંતુ પરમાત્મપદ પ્રાપ્તિના સાધન છે.
****************** & ******************