________________
તત્ત્વજ્ઞાન ચિંતન * જ્યાં વિવેક ન હોય પણ ટૂંકા વિચારથી ધર્મ કરવા પ્રેરાય ત્યારે તે સંજ્ઞામાં
ચાલ્યો ગયો છે તેમ કહેવાય. ધર્મને તે નબળો બનાવે છે. * જીવ જેવી વેશ્યાથી મરે છે તેવી વેશ્યાથી જ ઉત્પન્ન થાય છે.
કર્મબંધ વખતે પ્રદેશ, સ્થિતિ, રસબંધ, સ્વભાવનો નિર્ણય થાય છે. રસબંધ'નો આધાર લેશ્યા પર છે, ‘સ્થિતિબંધ'નો આધાર કષાય પર છે. લેશ્યાની શુદ્ધિનો આધાર કષાય પર છે. કષાય તીવ્ર-લેશ્યા અશુદ્ધ થાય.
(Intensity of Passion) કષાય મંદ-લેશ્યા શુદ્ધ થાય. ૬ઠ્ઠા ગુણસ્થાનક સુધી છ એ છ વેશ્યાઓ હોય. કૃષ્ણ, નીલ, કાપોત, પીત્ત (તેજો), પદ્મ, શુક્લ શુક્લ સિવાયની પાંચ લશ્યાની સ્થિતિ જઘન્ય, ઉત્કૃષ્ટ, અંતમુહૂર્ત. ૭ થી ૧૩ ગુણસ્થાનક સુધી શુક્લ લેશ્યા જ હોય છે. જ. સ્થિતિ અંતમુહૂર્ત – ૧. સ્થિતિ ક્રોડ પૂર્વ-૯ વર્ષ ૧૪માં ગુણસ્થાનકે જીવ અલેશી હોય. જીવ જો સતત અશુભ લેશ્યાઓમાં રાચે અને જો એ તીવ્ર કક્ષાની હોય તો જીવની ગતિ નરક. જો એ મંદ કક્ષાની હોય તો જીવની ગતિ તિર્યચ. શું કરવું ? રાગ-દ્વેષની પરિણતી વખતે ચતુદશરણ લો. નિમિત્તોથી દૂર
રહેનાર સાધક છે. * જૈન ધર્મની સર્વ ક્રિયાઓ ચારિત્ર માટે જ છે. લક્ષ્ય સંયમનું જ હોવું જોઈએ. * ભવાંતરમાં જૈન ધર્મ મળે તે માટે પંચાચારનું પાલન કરો. જે પંચાચાર પાળતા
હોય તેની અનુમોદના કરો. * અનુબંધનું મુખ્ય કારણ મનોવૃત્તિ Mentality છે. વ્યવહારનયઃ મન-વચન
કાયાને અનુબંધનું કારણ માને. નિશ્ચયનય? મનને અનુબંધનું કારણ માને.
કાયરૂપી પાયદળ, વચનરૂપ (તોપો) નૌકાદળ અને મનરૂપી હૃદયદળનો મુકાબલો કરવા કાય-વચન-મનગુપ્તિ દ્વારા તૈયાર થા. એના પર વિજય મેળવ.
=================k ૩૯ -KNEF==============