________________
****
જૈન સાધુની પ્રત્યેક ક્રિયા પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને વનસ્પતિના આદર સાથે જોડાયેલી છે !
⭑
****
*
છ આવશ્યકો : સામાયિકનો આધાર તીર્થંકરો પણ લે છે. કર્મ નિર્જરાનું અમોઘ સાધન છે. જૈન ધ્યાન પ્રણાલીનું ઝળહળતું શિખર સામાયિક છે. ૪૮ મિનિટની એકાગ્રતા આધિ, વ્યાધિ, ઉપાધિ દૂ૨ ક૨વાને સમર્થ છે. Blood pressure, Cholestrol level, Depression આદિમાં લાભદાઈ (સામાયિક) છે. આ જ વિચારધારામાં લોગસ્સ, વાંદણા, પ્રતિક્રમણ આદિ વૈજ્ઞાનિક જયણા વગર ન જ રહે !
ખમાસણાં : આખી પ્રક્રિયા શરીરનાં જુદા જુદા કેન્દ્રો ૫૨ અસર કરે છે. જયણા : નાના જીવોની જયણા, ગેસને પૂંજવો, પાણી ગાળવું, પાણી ઉકાળીને પીવું, શાક સમારતી વખતે સૂક્ષ્મ જંતુઓ માટેની ચીવટ જૈન આચાર ઉચ્ચ કક્ષાએ, જુદો તરી આવે છે.
ઉપકરણો : ચરવળો, કટાસણું આત્મા પર લાગેલી કર્મ૨જને જયણાના ભાવથી સાફ કરે છે. કટાસણું સફેદ રંગનું ઊનનું જ કેમ? સામાયિક દરમિયાન જાગેલી શક્તિને શરીરમાંથી બહાર નીકળતી અટકાવે છે. શ્વેત રંગ શાંતિ અને આધ્યાત્મિક પરિણતી પ્રગટાવે છે. મુહપત્તી વચનગુપ્તિને પોષે છે. હવામાંના સૂક્ષ્મ જંતુઓની જયણા પળાય છે. સ્થાપનાચાર્ય ગુરુનો મહાન યોગ અનુપસ્થિત હોવા છતાં ઉપસ્થિતિ પૂરી પાડે છે.
* આહાર વિજ્ઞાન : ફણગાવેલા અનાજ અંકુરિત થવાથી અનંતકાય જીવો તેમાં ઉત્પન્ન થાય છે, માટે નિષેધ કરી જેનો ખાતા નથી. લોટ અમુક દિવસો માટે જ રખાય છે. દહીંની મર્યાદા ૪૮ મિનિટ, ખીચડી-દાળ-શાકભાજી ૬ કલાક, રોટલી-ભાત ૧૨ કલાક, લાડુ-ખાજા ૨૪ કલાક વગેરે. ઉકાળેલા પાણીનો કાળ સામાન્ય રીતે ૧૨ કલાક ગણ્યો છે.
મૃત્યુને મહોત્સવ બનાવતી ક્રિયા-વિધિ જૈન ધર્મે દર્શાવી છે. સંલેખના દ્વારા મૃત્યુ કઈ રીતે ઉજમાળ કરવું, એ વાત ગૌરવ લેવા જેવી છે.
****************** ** ******************