Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others

View full book text
Previous | Next

Page 12
________________ સંમાર્જન વિશે આ પુસ્તકની હસ્તપ્રત જોઈને તેનું સંમાર્જન કરવાની જરૂરિયાત પ્રકાશકોને લાગી. એ કાર્ય કરવાનું મને સૂચવવામાં આવ્યું ત્યારે મેં એ સહર્ષ સ્વીકાયુ', કારણ કે એ નિમિત્તે મારા હૃદયમાં શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યે જે પ્રેમાદરભાવભકિત હતાં તેને અનુરૂપ સેવા કરવાને અવકાશ મળે છે એ વસ્તુ મારે માટે મૂલ્યવાન હતી. હસ્તપ્રત વાંચ્યા પછી માત્ર ભાષા કે શૈલીની દૃષ્ટિએ જ નહિ પણ અંતરંગની દૃષ્ટિએ થોડા ફેરફાર કરવાની મને જરૂર લાગી. તે વિશે મેં શ્રી અમૃતભાઈ તથા અન્ય સજજને કે જેમણે મને આ કાર્ય સંપ્યું હતું તેમની જોડે વાત કરી. તેમણે ફેરફાર કરવાની મને સંપૂર્ણ છૂટ પ્રસન્ન મનથી આપી હતી. મારુ દષ્ટિબિન્દુ એમને રુચ્યું હતું એટલે જ હું પણ મોકળે મને સંમાર્જનકાર્ય કરી શક્યો છું તે માટે હું વિશેષ કરીને શ્રી અમૃતભાઈને આભારી છું. તેમની તથા તેમના સહકારીઓની ઉદારતાને લીધે મેં મુક્ત મને ફેરફાર કર્યો છે. મેં ફેરફાર કર્યા છે તેમાં એક દષ્ટિબિન્દુ પ્રધાન રહ્યું છે : મૂળ લેખકના ભક્તિભાવ કે હેતુને વફાદાર રહી તેના વક્તવ્યને સુવાચ્ય કરવું છે. કેટલાકમાં મેં ધરમૂળથી ફેરફાર કર્યા છે અને થોડે અંશે મેં લખાણ કર્યું છે, પણ લેખન પાછળના મુખ્ય આશયને પૂર્ણતઃ વફાદાર રહેવા હું જાગ્રત રહ્યો છું. કેટલુંક લખાણ ગાળી પણ નાખ્યું છે. પણ મૂળ આશયમાં જરા ફેરફાર ન થાય તેને અનુલક્ષીને ફેરફાર કરવા જેવું લાગ્યું હોય તેાયે કર્યો નથી. એટલે જો આમાં ફેરફારથી સહેજ પણ દોષ આવી ગયો હોય તો જવાબદારી મારી છે. અલબત્ત, કેટલાક પત્રમાં જે ભાગ અસ્પષ્ટ હોય છતાંય આખા પત્ર ઉતારવાનો હોય તો તેમાં મેં કશે ફેરફાર કર્યો નથી. કેટલુંક લેખન અપેક્ષિત કાટિએ ન પહોંચ્યું હોય છતાં ભક્તિભાવને અનુલક્ષીને રાખ્યું છે–રાખવું પડયું છે. એટલે સમગ્ર પુસ્તકમાં કેટલેક સ્થળે લેખનકોટિની એકવાક્યતા જળવાઈ નથી એ હું કબૂલ કરું છું. કોઈકે સ્થળે થોડી અસ્પષ્ટતા રહી હોય તો તેને આટલે ખુલાસો કરું છું.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 300