Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others

View full book text
Previous | Next

Page 11
________________ ૧૦ વવાણિયાને તીર્થ સ્થળ તરીકે સ્થાપવાના વિચારને સર્વ કુટુંબીજનેએ ઊભરતા આનંદથી ઝીલી લીધે. એ આનંદે પૃ. જવલબાના અંતરને ઉકેલવા વિનંતી કરી: “ બા, હવે મૌનનો પરિત્યાગ કરીને જીવન-પૃષ્ઠને શબ્દાંતિ કરે. શ્રીમના સાંનિધ્યમાં વિતાવેલા જીવનપટ પર ઊપસેલાં મૃતિચિત્રોને શબ્દદેહ આપીને વવાણિયાની ભૂમિએ અનુભવેલી એ પરમ આધ્યાત્મિક જીવનની ઝલકને અમને પરિચય કરાવે. આપનું જીવન એટલે શ્રીમદ્ પ્રત્યેને નિતાંત ભક્તિભાવ. આમ આપના દરેક હલનચલનમાં શ્રીમનુ પરાક્ષ દર્શન પ્રગટતું હોવાથી આપની સાથે સંકળાયેલા જીવનપ્રસંગે શ્રીમદ્ ની જ મહત્તાનું એક પ્રબોધક ગાન બની રહેશે.” સમયના વહેતા વહેણની સાથે સૌને આગ્રહ ફળ્યો અને પૂ. જવલબાએ નોંધે લખાવવી શરૂ કરી. તેને વ્યવસ્થિત કરીને સુગમ શૈલીમાં સમાજના લાભાર્થે આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. તેનું અધ્યયન સૌને આત્મશ્રેયરૂપ થાઓ એ જ અભિલાષા. આ પુસ્તકને સુવાચ્ય અને સુંદર બનાવવા માટે અતિશય ખંત અને ઉત્સાહપૂર્વક સાક્ષર આચાર્ય શ્રી અમૃતલાલભાઈ યાજ્ઞિકે તથા શ્રી ચીમનભાઈ દવેએ કીમતી સમયનો સપ્રેમ લાભ આપ્યો છે તે માટે તેમને ધન્યવાદ ઘટે છે. અમને આપેલા આવા સાત્ત્વિક સહકાર માટે અમે તેમના હાર્દિક આભારી છીએ. a -પ્રકાશકે

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 300