Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha Author(s): Narottamdas Chunilal Kapadia Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others View full book textPage 9
________________ વવાણિયાની ભૂમિ શ્રીમદ્ રાજચંદ્રદેવના જન્મથી અને પુનિત પગલાંથી પાવન થઈ છે; તેથી જ આજે વવાણિયા એક પુણ્ય તીર્થ ધામ બની ગયું છે. એ પરમપુરુષના પરમાત્મસ્વરૂપનું દ્યોતક તે “ શ્રીમદ્ રાજચંદ્ર ” નામે મહદ્ ગ્રન્થરત્ન છે. તેની પુનરુક્તિ કરવાને અહીં આશય નથી. અહીં' તા. પૂ. જવલબાની ઉદાત્ત અને સંસ્કારપ્રેરક ભક્તિના મૂર્તિમંત સ્વરૂપ “ શ્રીમદ્ રાજચંદ્ર જન્મભુવન ને લગતી કેટલીક હકીકતો, પૃ. જવલબાના ઉદાત્ત જીવનની આછી રૂપરેખા તથા તેમનાં સ્વજનોની આછેરી ઝાંખી અને વિશેષ તો પરમકૃપાળુ દેવના પ્રસંગોચિત થાડાં સમરણો, વચનામૃતા અને મુમુક્ષુઓ સાથેના કેટલાક પ્રસંગોનું આલેખન અને સં'લન કયુ” છે. આ સાત્વિક અને પ્રેરક હકીકતોનું વાંચન-મનન સર્વ જિજ્ઞાસુ-મુમુક્ષુઓને શ્રી પરમકૃપાળુ દેવ પ્રત્યેની પ્રેમભક્તિમાં યત્કિંચિત વૃદ્ધિ કરવામાં કારણભૂત બનશે તે આ નમ્ર પ્રયાસ એટલે અંશે સફળ થયાને સંતોષ અને આનંદ હું અનુભવીશ. -સંપાદકPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 300