Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others

View full book text
Previous | Next

Page 8
________________ આમુખ મનુષ્ય પરમેશ્વર થાય છે.” - પુરુષના આ સૂત્રનું તાત્પર્ય એ છે કે મનુષ્યમાં દેવત્વ ગૂઢરૂપે રહ્યું છે અને માણસ અંતર્મુખ બની એ તત્ત્વને ઓળખે છે તે દેવ બની શકે છે. તેથી પહાડ, વન, ગુફા કે મંદિર વગેરેમાં ભગવાનની શોધથી થાકી જઈ ને જો કોઈ વિચક્ષણ પુરુષ સર્વજ્ઞ, વીતરાગ એવા જંગમતીર્થરૂપ “દેહધારી પરમાત્મા” ને શોધીને તેમને યથાર્થ ઓળખે અને પરમેશ્વરરૂપે અપનાવે છે તે ખરેખર બડભાગી છે. પરમકૃપાળુ દેવશ્રીએ* કહ્યું છે કે, “ માત્ર જ્ઞાનીને ઈચ્છે છે, ઓળખે છે અને ભજે છે તે જ તેવો થાય છે. તેને ઉત્તમ મુમુક્ષુ જાણવા યોગ્ય છે.” આમ છતાં જો કોઈને, એવા કુટુંબી સ્વજનને એવી વ્યક્તિની ઉત્કૃષ્ટ અવસ્થાનું સાચું દર્શન થાય તો તે વ્યક્તિની મહત્તા પણ વિશેષ છે. e આવી વિશેષ મહત્તાનું સદ્ભાગ્ય જેને પ્રાપ્ત થયું છે તેવી એક વ્યક્તિ છે પૂ. જવલબા. પૂ. જવલબા એટલે શ્રીમદ્ રાજચંદ્રનાં સુપુત્રી. કૌટુંબિક સંબધે શ્રીમદ્ રાજચંદ્ર પિતાજી હોવા છતાં, શ્રીમદ્ના અંતરમાં વિરાજતા “ઈશ્વરી અંશ ”નું દર્શન પામી તેમને પરમાત્મ સ્વરૂપપરમેશ્વર–લેખીને વવાણિયામાં આવતા શ્રીમના ભક્તો, અનુયાયીઓ અને દશનાથી યાત્રાળુઓનું ભાવભીનું આતિથ્ય કરીને તેમની ભક્તિભાવપૂર્વક શુશ્રષા કરવાનું પૂ. જવલબાએ વ્રત આદયુ છે. વાત્સલ્યમૂતિ માતેશ્વરી પૂ. જવલબાને આ સેવાભાવ ખરેખર રસ્તુત્ય ને પ્રેરક છે. * શ્રીમદ્ રાજચંદ્ર સર્વજ્ઞ, વીતરાગ, જંગમતીર્થસમા દેહધારી પરમાત્મસ્વરૂપ હેવાથી “ પરમકૃપાળુ દેવ’, ‘ભગવાન', “ પ્રભુ', દેવશ્રી, શ્રીમદ્ વગેરે સંજ્ઞાઓથી તેમને ઉલ્લેખ થયે છે,

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 300