Book Title: Shrimad Rajchandra Janma Bhuvan Ane Temna Aaptojanoni Jivan Rekha
Author(s): Narottamdas Chunilal Kapadia
Publisher: Prafullbhai Bhagwanlal Modi and Others

View full book text
Previous | Next

Page 10
________________ પ્રાસ્તાવિક કરાંચીમાં ભરાતા અમારા કુટુંબમેળા, અમારા સ્વ. પૂ. પિતાશ્રી ભગવાનલાલભાઈ અને માતુશ્રી પૂ. જવલબાની શીળી છાયામાં કોઈ અનેરો આહલાદ અનુભવતા. સ્વ. પૂ. શ્રી ભગવાનલાલભાઈની સૌ પ્રત્યેની રખેવાળ લાગણી અને પૂ. જવલબાની અમીદષ્ટિભરી સર્વની સંભાળ આજે પણ એ કુટુંબમેળાના એક અવિસ્મરણીય અંગ તરીકે નજર સમક્ષ તરવરી રહે છે. પૂ. શ્રી ભગવાનલાલભાઈના નિધન પછી થોડાં વર્ષે અમે સૌ જ્યારે મુંબઈમાં મળ્યાં ત્યારે પૂ. જવલબાના ત્રણ પુત્રો : બુદ્ધિધનભાઈ, પ્રફુલ્લભાઈ અને નાના મનુભાઈ; તેમની પુત્રવધૂઓ : સુધાબહેન, સુરભિબહેન અને કુસુમબહેન; તેમ જ ત્રણ પુત્રીઓ : વિદ્યાબહેન, લીલાબહેન અને શાંતાબહેન પણ પરિવાર સાથે ત્યાં જ હતાં. પૂ. જવલબાનાં બહેન કાશીબહેનના પુત્ર નગીનભાઈ અને પુત્રવધૂ ઇંદિરાબહેન પણ ત્યાં સાથે જ હતાં. તેમને મોટા પુત્ર અને પુત્રવધૂ તે સમયે રંગૂન હતાં. આમ દૈવાનુયેગે પૂ. જવલબાની આસપાસ જામેલો આ કુટુંબઝમેલો, આ સમયે તેમના સ્વાસ્થની ઊંડી ચિંતા અનુભવતા હતા. સૌનું અંતર પૂ. જવલબાના હદયની અભિલાષા ઉકેલીને તેમની ઈચ્છાનુસાર વર્તવા તૈયાર હતું. આથી શ્રી બુદ્ધિધનભાઈ એ પૃ. જવલબાને પૂછ્યું: “તીર્થ સ્થલ વવાણિયામાં ચાલતી ધર્મ પ્રવૃત્તિ આપના સુખના બલિદાનની દ્યોતક છે. મેં પણ મારું જીવન તેમાં પરોવવાનો વિચાર કર્યો છે તો તે અંગે આપ શું સૂચવે છે ? અત્યારે બધાં કુટુંબીઓ અહીં છે તો આપ આપની અંતરેછા જણા એમ અમે આપને વીનવીએ છીએ. વવાણિયા તીર્થની મહત્તા ત્યારે જ સ્થપાય કે જ્યારે પરમકૃપાળુ શ્રીમન્ના અનુયાયીઓને આપના અનુભવના અખૂટ ભંડારને લહાવો મળે. શ્રીમદ્ભા જ-મસ્થાનના ગૌરવને પ્રસ્થાપિત કરવાની સામગ્રીથી સજજ એવું આપનું અંતર ખોલે, જેથી એ અંતરપટ ઊપડતાં, વવાણિયાની તીર્થ ભૂમિના કણેકણમાં શ્રીમદ્દના પુનિત જીવનનું માહામ્ય જીવંત પ્રકાશથી ઝળહળી ઊઠે !”

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 300