Book Title: Shravaka Kavi Mansukhlal
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 7
________________ જોઈએ. કવિના પુરુષાર્થની સાથે એક વાચક તરીકે સક્રિય બનીએ તો દ્રવ્યાનુયોગનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકશે. પ્રશ્ન એ જ છે કે આત્મા પ્રત્યેનું દૃષ્ટિબિન્દુ કેળવીએ. વ્યવહારથી ક્રિયા વગેરે કરીએ પણ ઉપયોગ અવશ્ય હોય ને લક્ષ આત્મશુદ્ધિ ને શાશ્વત સુખનું હોય તો જૈન દર્શનના સાચા રહસ્યને પામી જીવન કૃતાર્થ થાય. શ્રી દોલત ભટ્ટ “ગુજરાત સમાચાર'ના “ધરતીનો ધબકાર” કૉલમમાં મનસુખલાલનો મિતાક્ષરી પરિચય આપતાં “મહાન સંસારી સાધુ મનસુખલાલજી” એમ નોંધ્યું હતું. શ્રીમાન મનસુખલાલના ચિત્ર તરફ દૃષ્ટિ કરતાં અધ્યાત્મપુરુષના મુખારવિંદની સ્મૃતિ તાજી થાય છે. સંસ્કૃત ભાષામાં ઉક્તિ છે કે “સારુતિઃ TIIનું ઋથતિ”ને ન્યાયે કવિના ફોટાના દર્શનથી એમની આધ્યાત્મિક પ્રકૃતિનો પ્રાથમિક પરિચય મળે છે. કવિ માટે આ ઉક્તિ યથાર્થ લાગે છે. વિશેષ તો એમના જીવન અને કવનનો પરિચય થાય ત્યારે જ એમના વ્યક્તિત્વમાં રહેલી આધ્યાત્મિક ભાવના અને નિજાનંદે મસ્ત પ્રતીતિ થયા વગર રહેશે નહિ. શ્રાવક કવિ મનસુખલાલના પુસ્તકમાં સ્વ. હસમુખભાઈ ગાંધી : પુણ્ય સ્મરણ તરીકે એમની જીવનઝરમરને આગળના પાનાંઓમાં પ્રાફિકથન પછી સ્થાન આપવામાં આવ્યું છે. એક સહાધ્યાયી સાધર્મિક અને પ્રિય સુહૃદ તરીકે એમની સાથેનો ઘનિષ્ઠ પરિચય હોવાથી ગુણાનુરાગની દૃષ્ટિએ સતશ્રીના જીવન વિશે નોંધ લખી છે તેમાં સદ્દગતશ્રીના નિકટવર્તી મિત્ર શ્રી રજનીભાઈ એસ. સોની (વેજલપુરવાળા)ના કેટલાક વિચારોનો સમાવેશ કરીને એમની મિત્ર પ્રત્યેની સદૂભાવનાનું ઋણ પ્રગટ કરવાની અદમ્ય અભિલાષાને શબ્દસ્થ કરવામાં આવી છે. પૂ. આ.શ્રી પ્રદ્યુમ્નસૂરિ અને પૂ.આ.શ્રી શીલચંદ્રસૂરિ મ.સા.ની અસીમ કૃપા અને માર્ગદર્શન માટે અનુમોદના સહ ભાવપૂર્વક વંદન કરું છું. આ પુસ્તકની હસ્તપ્રત તૈયાર કરવા માટે અ.સૌ. રીટા શાહ અને પ્રકાશન-આયોજન કરવા માટે ગિરીશ જેસલપુરાનો હાર્દિક આભાર વ્યક્ત કરું છું. જય જિનેન્દ્ર. બીલીમોરા – ડૉ. કવિન શાહ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 180