Book Title: Shravaka Kavi Mansukhlal
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 9
________________ ઘટના ગણાય છે. લાયનવાદમાં વિચારોનો પ્રવાહ એમની નસેનસમાં વહેતો હતો. અને તેને માટે ઘણી વાર વેપાર-ધંધો કે અન્ય પ્રવૃત્તિને ગૌણ કરીને લાયનવાદને સફળ બનાવવા પ્રચંડ પુરુષાર્થ કર્યો હતો. એમનો મિલનસાર સ્વભાવ, આયોજન અને અમલીકરણની ચતુરાઈ, અસરકારક વક્તવ્ય, બુદ્ધિયુક્તતા ને વિચક્ષણતા જેવા ગુણોથી લાયનવાદી મેમ્બર તરીકે સફળ થયા હતા. લાયન્સ ક્લબની પ્રવૃત્તિમાં જોડાયા પછી એમના વેપારી રીતરસમના વેશમાંથી gentleman type વેશભૂષામાં આકર્ષક વ્યક્તિત્વ પાંગર્યું હતું. પંચમહાલ જિલ્લાથી વલસાડ સુધીની ડી. ૩૨૩ ની લાયન્સ ક્લબની એમની વૈવિધ્યપૂર્ણ પ્રવૃત્તિઓ આજે પણ એક મધુર સંસ્મરણ બની ગઈ છે. એમની પ્રતિભાના પ્રભાવથી મિત્રવર્તુળના નાનામાં નાના વેપારીથી માંડીને મોટા ઉદ્યોગપતિઓ અને ઉચ્ચ અધિકારી સુધી વિસ્તર્યું હતું. તેઓશ્રી સૌના દિલોજાન દોસ્ત જેવા હતા. ચિત્રવિચિત્ર સ્વભાવ અને કામ કરવાની અન્ય લોકોની રીત હોવા છતાં એમને પોતાના વ્યક્તિત્વથી સર્વ સ્થળે અનન્ય સન્માન ને લોકચાહના મેળવી હતી. લાયન્સ ક્લબના અન્ય ગવર્નરોની સરખામણીમાં સ્વ. હસમુખભાઈની લોકપ્રિયતા અદ્યાપિપર્યત ચિરંજીવ સ્મૃતિ પ્રાપ્ત કરે છે. વેજલપુરમાં કે. કે હાઈસ્કૂલ, ચંદનબહેન ચેરિટેબલ ટ્રસ્ટ, વશાનીમા જૈન વિદ્યોત્તેજક મંડળ, મુંબઈ મિલ ઓનર્સ એસોસીએશન, કપડવણજ કેળવણી મંડળ, મફતલાલ કાન્તિલાલ છાત્રાલય, લાયન્સ ક્લબ કપડવણજ આઈ હૉસ્પિટલ, જયંત હૉસ્પિટલ, મીઠાભાઈ ગુલાબચંદ પાંજરાપોળકપડવણજ જેવી સંસ્થાઓમાં સક્રિય કાર્યકર્તા તરીકે જીવનના છેલ્લા શ્વાસ સુધી કાર્યરત રહ્યા હતા. એમણે બાયપાસ સર્જરીના કારણે ધંધાકીય અને સેવાકીય પ્રવૃત્તિઓમાં સમય ઓછો કરવાનો નિશ્ચય કર્યો હતો પણ એમની કર્તવ્યપરાપણતાની પ્રબળ ભાવના હોવાથી નિવૃત્ત થઈ શક્યા ન હતા. જેને સમાજની અનેકવિધ પ્રવૃત્તિઓમાં એમનું યોગદાન નોંધપાત્ર હતું. સાધુસાધ્વી વૈયાવચ્ચ, શ્રુતજ્ઞાન ભક્તિ, સીદાતા સાધર્મિકને સહાય, ગુપ્તદાન ૮ Jain Education International 2010_03 For Private & Personal Use Only WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 180