Book Title: Shravaka Kavi Mansukhlal Author(s): Kavin Shah Publisher: Kusum K Shah Bilimora View full book textPage 8
________________ સ્વ. હસમુખભાઈ ગાંધી : પુણ્યસ્મરણ સ્વ. વાડીલાલ નાથજીભાઈ ગાંધીના સુપુત્ર સ્વ. કેશવલાલ વાડીલાલ ગાંધીના લાડકવાયા પુત્ર હસમુખભાઈનો જન્મ વેજલપુર (પંચમહાલ)માં તા. ૩૧/૧૦/૧૯૩૪ના રોજ માતુશ્રી ચંદનબહેન (ચંચળબહેન)ની કુક્ષિએ થયો હતો. એમના પરિવારના વારસાગત ધાર્મિક સંસ્કારોનું સિંચન માતા અને વિદ્યાગુરુ દ્વારા થયું હતું. બાલ્યવસ્થાથી જ એમની પ્રતિભાની લાક્ષણિકતા જોવા મળી હતી જેનો પરિચય એમના જીવન અને કાર્યો દ્વારા જાણવા મળે છે. લઘુવયમાં પિતાની છત્રછાયા ગુમાવીને કાકાશ્રી નગીનભાઈ અને કાન્તિભાઈની નિશ્રામાં કેટલાંક વર્ષો વિતાવ્યાં. એમની કુશગ્ર બુદ્ધિને કારણે ધાર્મિક અને વ્યવહારના અભ્યાસમાં પ્રથમ પંક્તિનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. એમને વિશેષ રીતે સંસ્કૃત ભાષા અને જૈન તત્ત્વજ્ઞાનમાં ઊંડી અભિરુચિ હતી. મેટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા પછી એમ.એસ. યુનિ. વડોદરાની કૉમર્સ વિદ્યાશાખામાં અભ્યાસ શરૂ કર્યો પણ ધંધાની જવાબદારી સ્વીકારવાની કાન્તિકાકાની આજ્ઞાને વશ થઈ ધંધામાં પ્રવેશ કર્યો. ઑઇલ મિલના ધંધામાં જોડાઈને નાનામાં નાની પ્રવૃત્તિથી મોટી જવાબદારીભરેલી કામગીરી કરીને એક વેપારી તરીકે ઝળહળતો વિજય મેળવીને ઑઇલ મિલના વેપારી તરીકે તેઓ ખ્યાતિ પામ્યા હતા. વેપાર-ધંધામાં જરૂરી હિંમત, સાહસ, ગંભીરતા અને કાર્યક્ષમતા ને જવાબદારીપાલનની ઉચ્ચતમ ભાવના જેવા ગુણોથી એમણે ઉદ્યોગપતિ તરીકે સફળતા પ્રાપ્ત કરી હતી. વેપાર-ધંધાની સાથે ધાર્મિક અને સેવાકીય સંસ્થાઓમાં પણ તન, મન અને ધનથી સમય અને શક્તિનો સર્વ્યય કરીને એમની કર્તવ્યપરાયણતાનો સૌ કોઈને પરિચય કરાવ્યો હતો. લાયન્સ ક્લબના સામાન્ય સભ્યપદમાંથી મંત્રી, પ્રમુખ અને ગવર્નર તરીકેની યશસ્વી કારકિર્દી(ડી. ૩૨૩ F)માં આજે પણ એક ઔતિહાસિક ૭ Jain Education International 2010_03_For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 180