Book Title: Shravaka Kavi Mansukhlal
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora
View full book text
________________
જઈએ નહિ તેનો ખ્યાલ રાખવો જોઈએ. વ્યવહારજીવનમાં ગમે તેટલી સિદ્ધિ મેળવીએ તો તે આ જન્મ પૂરતી જ છે. જ્યારે શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ, આત્મસ્વરૂપનો પરિચય કરાવે તેવા ગ્રંથોનું જ્ઞાન એ તો ભવોભવનું ભાથું છે કે આત્માને સાચો માર્ગ બતાવે છે તે દૃષ્ટિએ પણ મનસુખલાલની કાવ્યસૃષ્ટિમાં સફર કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. તો જિનશાસન પામ્યા પછી જિનવાણી શાસ્ત્રના વિચારોને પામવા માટે સાચો રાહ બતાવવાનો એમનો “આંગળી ચીંધ્યાનું પુણ્ય” માનીને કૃતિઓનો રસાસ્વાદ માણીએ તો જૈનકુળ, જૈનત્વ અને વિશાનીમા જ્ઞાતિબંધુ તરીકે આપણે જિનશાસનના વફાદાર સાધર્મિક છીએ એમ માની શકાય.
આ પુસ્તકમાં કવિના ત્રણ ગ્રંથોનો પરિચય આપવામાં આવ્યો છે. એમની બધી જ કૃતિઓ પ્રગટ થઈ શકે તેમ નથી એટલે એમના ગ્રંથોમાંથી પસંદગી કરીને સ્તવન, ચૈત્યવંદન, સક્ઝાય, થોય, પદ, ગઝલ, પૂજા, ઢાળ, ગહુલી વગેરે નાની-મોટી કાવ્યકૃતિઓ પ્રગટ કરવામાં આવી છે, આ કૃતિઓ કવિની કલમની પ્રસાદી રૂપે છે. તેમાંથી આધ્યાત્મિક આનંદ અને ઉપશમભાવની અનુભૂતિ થાય તેવી ક્ષમતા છે.
પૂર્વના પુણ્ય અને જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમને કારણે વિશાનીમા જ્ઞાતિનું ગૌરવ વધારનાર આત્મકલ્યાણ કરનારા મોક્ષમાર્ગના યાત્રી મુમુક્ષુ સાધુ-સાધ્વીજીની સંખ્યા પણ ગણનાપાત્ર છે તેની પણ અત્રે નોંધ લેવામાં આવે છે. મનસુખલાલ વિશે નોંધ કરીએ છીએ ત્યારે શ્રાવકવર્ગને કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે. સંસારની જંજાળમાં પડેલા માનવીને આવા તત્ત્વજ્ઞાનની શુષ્ક વાતો કરવાની, સર્જન કરવાનું અને ઉપદેશ આપવાનું પુણ્ય કાર્ય કરવાની તમન્ના થાય તે પણ પૂર્વના પુણ્યનો ઉદય અને જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ છે તે નિઃશંક સ્વીકારવું પડશે.
તત્ત્વજિજ્ઞાસાને જાગૃત કરીને સંતૃપ્ત કરવાના માર્ગમાં વિશેષ પ્રગતિ કરવા માટે કવિ મનસુખલાલની કાવ્યસૃષ્ટિનો પરિચય પ્રેરક, પોષક ને પથ પ્રદર્શક બને તેમ છે. તત્ત્વની વિચારધારા કઠિન છે એમ માનીને તેની ઉપેક્ષા ન સેવતાં તે અંગેનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો અવશ્ય પુરુષાર્થ કરવો
૫ Jain Education International 2010_03 For Private & Personal Use Only
WWW.jainelibrary.org

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 180