Book Title: Shravaka Kavi Mansukhlal
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 5
________________ પ્રાફિકથન શ્રી વિશાનીમા જૈન જ્ઞાતિબંધુઓ ગોધરા, વેજલપુર, લુણાવાડા, કપડવણજ, મહુધા, ચુણેલ, વીરપુર, દાહોદ અર્થાતુ પંચમહાલ અને ખેડા જિલ્લામાં સ્થાયી થયેલા છે. ત્યારપછી વેપાર-ધંધા અને નોકરીને કારણે ઘણી મોટી સંખ્યામાં સ્થળાંતર થતાં અમદાવાદ, વડોદરા, સુરત અને મુંબઈમાં લોકો સ્થાયી થયા છે. વિશાનીમા જૈન જ્ઞાતિના વેપારધંધામાં સિદ્ધિ મેળવીને ભૌતિક રીતે સમૃદ્ધ થનાર જ્ઞાતિજનોની સંખ્યા મોટી છે. પણ અધ્યાત્મક્ષેત્રમાં સમૃદ્ધિ પ્રાપ્ત કરનાર જ્ઞાતિજનો અતિ અલ્પ સંખ્યામાં છે. વેપારી વર્ગના જ્ઞાતિજનોમાં ધાર્મિક અભ્યાસ અને જ્ઞાન પ્રાપ્ત કરેલા બંધુઓ ઘણા છે. પણ પ્રાપ્ત કરેલા જ્ઞાનને સર્વસાધારણ જનતા સુધી પહોંચાડવા માટે સર્જક તરીકે સિદ્ધિ મેળવનાર અલ્પ છે. તેમાંય પંચમહાલ જિલ્લાના ગોધરા નગરના વિશાનીમાં જ્ઞાતિના કોહીનૂર હીરા સમાન તેજસ્વી, જ્ઞાનમાર્ગના ઉપાસક, શ્રુતજ્ઞાનપ્રેમી ને કવિ તરીકે સ્થાન પ્રાપ્ત કરનાર “મનસુખલાલ” સર્વપ્રથમ છે. અધ્યાત્મવાદના વારસાનું આચમન કરાવવા માટે ગોધરાના નરરત્ન શ્રી અમૃતલાલ મહાસુખ પારેખ કે જેઓશ્રી શ્રીમદ્ રાજચંદ્રના ઉચ્ચકોટિના અનુયાયી હતા. તેઓ રાજચંદ્રની વિચારધારાને સાક્ષાત્ જીવનમાં આચરણ - પ્રવચન ને વાર્તાલાપ દ્વારા આત્મસાત્ કરીને રાજચંદ્રમય બની ગયા હતા. એમની નસેનસમાં શ્રીમદ્ભા સાત્વિક વિચારોનો પ્રવાહ વહેતો હતો. સમગ્ર જીવન અધ્યાત્મવાદને સમર્પણ કરીને ગોધરાનું ગૌરવ વધાર્યું છે. આ ગૌરવને ચાર ચાંદ લગાવનાર કે મંદિર પર કળશ ચઢાવવાનું પવિત્ર કાર્ય કરનાર જો કોઈ હોય તો તે મનસુખલાલ છે. અર્વાચીન સમયના જ્ઞાતિબંધુઓને મનસુખલાલનું નામ શ્રવણ કર્યાનું સ્મરણ હોય, બાકી એમના ભરપૂર તત્ત્વજ્ઞાનથી ઊભરાતા અધ્યાત્મવાદના કીમતી ગ્રંથોની માહિતી ભાગ્યે જ હશે. પ્રસ્તુત પુસ્તકમાં કવિ મનસુખલાલના તત્ત્વદર્શી વિચારોનો એમના ગ્રંથોને આધારે પરિચય કરાવવાનો નમ્ર પ્રયાસ કર્યો છે. “ઉંબર મૂકીને ડુંગર પૂજવા જઈએ” તે પહેલાં આપણે જ્ઞાતિના કવિ વિશે પરિચય મેળવીને આપણી જાતને ધન્ય માનવાનો અવસર ચૂકી Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 180