________________
જેવી કામગીરીથી એમની ઉદારતા, ધર્મપ્રિયતા અને જિન શાસન પ્રત્યેનો પ્રેમ વ્યક્ત થયો હતો.
“સ્વ. હસમુખભાઈ એટલે વેપાર-ધંધાની સાથે જનસેવા એ પ્રભુસેવા છે એ ભાવનાથી વિકાસ માટે સમર્પિત કાર્યદક્ષતાનું આદર્શ જીવન.”
એમના દેહવિલયની રાત્રિએ ૧૧-૧૫ મિનિટ સુધી જીવદયાની સંસ્થાના હિસાબનું ઑડિટ અને અન્ય કામકાજ અંગે ક્લાર્કને સમજણ આપીને કાર્ય પૂર્ણ કરવા જણાવ્યું હતું. એમનું મૃત્યુ એ મહોત્સવ હતું કે જેમાંથી સતત કર્તવ્યપરાયણતા ને સેવાની સૌરભ પથરાયેલી હતી. તે જ મધ્યરાત્રિએ કફ અને શ્વાસની તકલીફ થઈ. અતિઅલ્પ સમયમાં એમણે ચિરવિદાય લીધી. એ દિવસ હતો માર્ચ ૧૧, ૧૯૯૭નો. આજે એમનો પાર્થિવ દેહ નથી, પણ એમની અસ્મિતા વિવિધ સંસ્થાઓના વિકાસમાં એકરૂપ થયેલી નિહાળી શકાય છે. એમના વ્યક્તિત્વમાં સાહસ, કર્તવ્યપરાયણતા, સેવાપ્રવૃત્તિ, ધર્મભાવના, ઉદારતા, મિલનસારપણું, મૈત્રીપૂર્ણ વ્યવહાર, લાગણીશીલતા, સલાહકાર ને માર્ગદર્શક વ્યવહારકુશળતા વગેરે લક્ષણો સાહજિક હતાં. એમની બહુમુખી પ્રતિભા સ્મૃતિસંવદનો દ્વારા દૃષ્ટિગોચર થાય છે.
આજની ક્ષણે એમના નામની આગળ સ્વર્ગસ્થ શબ્દ મૂકતાં કલમ ક્ષોભ અનુભવે છે. જીવનની ષષ્ટિપૂર્તિ કરતાં પહેલાં જ અનંતની યાત્રા એમનું લક્ષ્ય બની ગયું. જીવનને ધન્યતા આપવાના કાર્યાન્વયન દ્વારા સમાજસેવાની પગદંડીને ઉજ્જવલ બનાવી ગયા. પ્રેમ, ત્યાગ અને હૃદયની શુદ્ધતા જેવાં મહામૂલ્ય અને શ્રેષ્ઠતમ જીવનતત્ત્વો દ્વારા જીવન અને કર્મ પ્રત્યેનો અભિનવ દૃષ્ટિકોણ એમની સંસ્કારશૈલીનું સારસ્વત અભિવ્યક્તિકારક હતું. આયુષ્યના માંગલ્યની કુમકુમ પત્રિકામાં ઈશ્વરપ્રદત્ત સર્વોત્તમ વરદાનોના એ સભાગી હતા. અને એ પત્રિકા તેમણે સ્નેહ-પ્રેમના અક્ષરોથી સ્વયં શૃંગારિત કરી હતી. ક્રોધ, દ્વેષ, ઈર્ષા જેવા નકારાત્મક તત્ત્વોનાં પરિણામોને શક્તિવંત થતાં રોકવાની પ્રક્રિયામાં જ તેઓ જીવનમાં એક વિશિષ્ટ વ્યક્તિત્વની સાર્થકતા સંપાદન કરી શકતા હતાં. એ એમના
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org