Book Title: Shravaka Dharma Swaroop Part 1 Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪ શ્રાવક ધર્મ સ્વરૂપ. અવિરતિ સમ્યગ્દષ્ટિ શ્રાવક હતા; તેમજ શ્રી ચાવીશમા તીર્થંકર શ્રીવીર પ્રભુના શ્રેણિક રાન્ત, અવિરતિ શ્રાવક હતા. જ્યારે અપ્રત્યાખ્યાની કષાયને ઉદ્ભય ટળે છે ત્યારે દેશિવરતિ પાંચમું ગુણુઠાણું શ્રાવકને પ્રાપ્ત થાય છે અને તેથી તે વિસ્તૃત શ્રાવક કહેવાય છે. પ્રશ્ન—અવિરતિ શ્રાવક અને વિરતિ શ્રાવક એ એમાં મહાન કાણુ ? ઉત્તર—અવિરતિ શ્રાવક કરતાં વિરતિ શ્રાવક મહાન છે. પ્રશ્ન—કાની સેવા કરવાથી શ્રાવકપણું પ્રાપ્ત થાય છે ? ઉત્તર--શ્રી સદ્ગુરૂની સેવા કરવાથી શ્રાવકપણું પ્રાપ્ત થાય છે. પ્રશ્ન—શ્રી સદ્ગુરૂ પાસે જઇને ભવ્ય જીવીએ શું કરવું જોઇએ ? ઉત્તર—શ્રી સદ્ગુરૂને પ્રશ્ન પુછવા જોઇએ. ધર્મતત્ત્વ સબંધી નાન કરવા માટે મનમાં જે જે શંકાએ ઉડે તેને ખુલાસા કરવા જોઇએ. શ્રી સદ્ગુરૂની દેશના સાંભળવી જોઇએ. ગુરૂતે પ્રશ્ન પુછવાથી તથા તેમની દેશના સાંભળવાથી અનેક પ્રકારના ફ્ાયા થાય છે. જુઓ શ્રી રાયપલેની સૂત્ર. શ્રી કેશિકુમાર મુનિવર્યની પાસે પ્રદેશી રાજા ગયા હતા તે પ્રથમ તા અત્યંત નાસ્તિક હતા, દેવલાક, સ્વર્ગ, પુણ્ય, પાપ, મુક્તિ અને આત્મા વગેરે કંઇ છેજ નહિ એમ માનતા હતા, હિંસાકર્મ વગેરેમાં આસક્ત હતેા સાધુઓને તે પાખંડી-ઢોંગી માનતા હતા. પણ કેશિકુમાર મુનિરાજને પ્રશ્ન પુછતાં તેના મનની શંકા ટળી ગઇ અને આત્માદિ તત્ત્વની દૃઢ શ્રદ્ઘા થઇ અને તેણે કેશિકુમારને ધર્માચાર્ય તરીકે માન્યા. પ્રદેશી રાજાએ શ્રાવકના ધર્મ અંગીકાર કર્યાં. આ ઉપરથી સુના જોશે કે મુનિગુરૂને પ્રશ્ન પુછતાથી સમ્યક્ તવાની દૃઢ શ્રદ્ઘા થાય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશ્ન-શું શું જાણવાથી શ્રાવકધર્મ પ્રાપ્ત થાય છે? ઉત્તર—નવતત્ત્વ, ષદ્ભવ્ય, કર્મસ્વરૂપ, સાતનય, સપ્તભંગી, નિક્ષેપ, ગુણુસ્થાનક, ખારવ્રત, પંચમહાવ્રત, પંચભાષ્ય, દેવ, ગુરૂ અને ધર્મ વગેરે તત્ત્વનું સ્વરૂપ, જાણુવાથી શ્રાવકધર્મ પામી શકાય છે. નવતત્ત્વ જાણ્યા વિના સમ્યગ્ જ્ઞાન થતું નથી. કાલ, સ્વભાવ, નિયતિ, કર્યું અને ઉધમ એ પાંચ કારણથી કાર્ય થાય છે; એમ જે જાણે છે તે શ્રાવક થઈ શકે છે. જીનેશ્વરે જે કહ્યુ' છે તે સત્ય છે, એમ જે દૃઢ શ્રદ્દા ધારણ કરે છે તે શ્રાવક થઇ શકે છે. ઉપશમા િનિય સમ્યક્તત્ત્વને તેા કેવલજ્ઞાની વિના અન્ય કાઇ જાણી શકે નહિ. નિશ્ચય સભ્યને કોઇ હાલ પાતે જાણી શકે નહીં. નિશ્ચય સકિત For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44