Book Title: Shravaka Dharma Swaroop Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રાવક ધર્મ સ્વરૂપ. સ્વર્ગ અને મેક્ષને સાધનારી મુખ્યપણે દયાજ મનાઈ છે, દયાને માટે સત્યાદિ વ્રતનું પાલન છે. દયાના ઘણું ભેદ છે. સર્વ જીવોનું જે સ્વરૂપ જાણી શકે છે તે સ્વપર દયાનો અધિકારી બને છે. જે ના તો યા, રથ જ્ઞાન તો સવા પ્રથમ જ્ઞાન અને પશ્ચાત્ દયા સૂત્રોમાં પ્રતિપાદન કરી છે. મનુષ્યો વગેરે જીવોનાં દુઃખ નિવારણ કરવા માટે પ્રથમ દયાની જરૂર છે. દયા વિના, કોઈનું પણ ભલું કરી શકાતું નથી. કેટલાક દયા, દયા પિકારે છે પણ દયાનું સત્ય સ્વરૂપ નહીં જાણવાને લીધે સત્યથાથી પરાક્ષુખ રહે છે. દયાના પરિણામવડે પ્રથમ પોતાના હૃદયની શુદ્ધિ થાય છે અને તેથી સર્વ જીવો પર દયા ભાવ પ્રસરે છે. સર્વ જેનો હુ ઉદ્ધાર કરે, સર્વ જીવોને સુખ આપું, સર્વ જીવોનું યથાશક્તિ વડે દુઃખ ટાળું; ઈત્યાદિ દયાના પરિણામથી આત્માની ઉચ્ચતા પ્રાપ્ત થાય છે અને અન્ય છોને પણ ઉચ્ચ કરી શકાય છે. સર્વ પ્રકારના ધર્મોમાં દયા ધર્મ શ્રેષ્ઠ છે. દયાળુ મનુષ્ય કોઈના મનની લાગણીને દુઃખતે નથી, દયાળુ મનુષ્ય કોઈની નિન્દા કરતા નથી, કારણ કે હિંસાના પરિણામ વિના નિન્દા થઈ શકતી નથી. દયાળુ મનુષ્ય કેઈન ઉપર વૈર કરતો નથી, કારણ કે હિંસાના પરિણામ વિના વૈર બુદ્ધિ ઉત્પન્ન થતી નથી. દયાળુ પુરૂષ કદાપિકાળે કોઈનો વિશ્વાસઘાત કરતો નથી, કારણ કે હિંસાના પરિણામ વિના વિશ્વાસઘાત થત નથી. હિંસાના પરિણામથી જ વિશ્વાસઘાત થાય છે. દયાળુ પુરૂષ કોઈને આળ દેતે નથી, કારણ કે હિંસાના પરિણામથી જ આળ દેવાય છે. દયાળુ પુરૂષ વ્યાપાર વગેરેમાં લેકોને ઠગત નથી, કારણ કે વ્યાપાર વગેરેમાં હિંસાના પરિણામથી જ ઠગાઈ થાય છે. દયાળુ પુરૂષ કોઈને દગો દેતો નથી, કારણ કે હિંસાના પરિણામ વિના દગો દેવાત નથી. દયાળુ પુરૂષ કદાપિ. કાળે કોઈ પણ મનુષ્યનું બુરું ઈચ્છતો નથી, કારણ કે હિંસાના પરિણામ થીજ કોઈનું બુરું ઈચ્છાય છે. દયાળુ પુરૂષ કોઈનું અપમાન કરતો નથી, કારણ કે અન્યનું અપમાન કરવાથી તેને દુઃખ થાય છે અને વખતે મરી પણ જાય છે; તેથી હિંસાની સિદ્ધિ થાય છે. અન્યનું બુરું કરવાની ઇચ્છા તેજ એક પ્રકારની હિંસા સમજવી. દયાળુ પુરૂષ કોઈને કડવું વેણ કહેતા નથી, કારણ કે અન્યને કડવું વેણ કહેવાથી તેને આત્મા દુઃખાય છે અને તેને આત્મા ક્રોધ વગેરે હિંસાના પરિણામોને ધારણ કરે છે. દયાળુ પુરૂષ કોઈના છતા અગર અછતા દેને કહેતે નથી, કારણ કે હિંસાના પરિણામથીજ અન્યના દેને પ્રગટ કરાય છે. દયાળુ પુરૂષ ગમે તે મનુષ્ય જાતિને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44