Book Title: Shravaka Dharma Swaroop Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રાવક ધર્મ સ્વરૂપ. ૨૧ દૃષ્ટિથી સત્યનું ગ્રહણ કરે છે. મ્હારૂં તે સાચું એવી માન્યતા ધારણ કરતા નથી પણ તાજું તે દૃારું એવી માન્યતાને ધારણ કરે છે. અને ધર્મ સંબંધી ભિન્ન ભિન્ન માન્યતાએ સાંભળવામાં આવે પણ તેથી એકદમ કોઈની નિન્દા કરવા ખેસી જતા નથી, તેમજ કેાઈની માન્યતા સંબંધી વિચાર સાંભળીને તેના પર દ્વેષ કરતા નથી, તેથી તેની મુખાકૃતિ પણ શાન્ત દેખાય છે અને તેનું વચન પણ નિષ્પક્ષપાતપણાથી સર્વને અસર કરે છે. માધ્યસ્થ દષ્ટિથી તેના હ્રદયમાં સત્ય વિવેક સ્ફુરી આવે છે અને તેથી તે ન્યાયમુદ્ધિથી યુક્તિપુ ર:સર સ્વતન્ત્ર વિચારેાને દર્શાવી શકે છે. માધ્યસ્થ દૃષ્ટિવાળા પુરૂષ દરેક ધ મૅમાં જે જે અંશે સત્ય રહ્યું હોય છે, તે જોવા શક્તિમાન્ થાય છે. માધ્યસ્થ દૃષ્ટિથી રાગદ્વેષના પક્ષમાં પતન થતું નથી, પણ સત્યના સન્મુખ ગમન થાય છે. માધ્યસ્થ દૃષ્ટિવાળા સત્યને શીઘ્ર ગ્રહણ કરી શકે છે. જ્યારે ત્યારે પણુ માધ્યસ્થદૃષ્ટિ પ્રાપ્ત કર્યા વિના સમ્યકત્ર રત્નની પ્રાપ્તિ થતી નથી; કેટલીક વખત પ્રથમથી કોઇના પર દ્વેષ બંધાઈ જાય છે તે તેમાં રહેલા ગુણા પણ અવગુણા તરીકે ભાસે છે. કેટલીક વખત કાઈના ઉપર એકાન્ત રાગ બંધાઈ જાય છે તેા તેના દુર્ગુણા પણ ગુણુ તરીકે ભાસે છે અને તેથી માધ્યસ્થ દૃષ્ટિથી જે દેખવાનું હાય છે અને તેથી જે પદાર્થને નિશ્ચય થાય છે તેની ગંધ પણુ અનુભવમાં આવતી નથી. અમુક મારા કૂળની માન્યતા ખરી છે આવે તે માન્યતા ઉપર પ્રથમથીજ એકાન્ત રાગ થવાથી તેના કરતાં અન્ય ઉચ્ચ માન્યતાએ કાઈ જણાવે છે તેા તેના પર રૂચિ પેદા થતી નથી. પ્રથમથીજ અમુક વ્યક્તિપર રાગ બધાઈ જાય છે તા પશ્ચાત અનેક સુપ્રમાણા આપવામાં આવે તાપણુ અન્ય વસ્તુની પ્રિયતા ભાસતી નથી. રાગદષ્ટિથી કોઈ પણ પદાર્થ જોતાં તેમાં વસ્તુતઃ જેવે! ધર્મ રહ્યા છે તેવા જણાતા નથી, માટે મનુષ્યાએ રાગ અને દ્વેષ વિનાની માધ્યસ્થ દૃષ્ટિથી સર્વે ખાખતના વિચાર કરવે. રાગ અને દ્વેષ વિનાની દૃષ્ટિથી વિ. ચાર કરતાં મુખની આકૃતિ શાન્ત રહે છે, હૃદય પણ શાન્ત રહે છે અને વિવેકના પ્રકાશ વધતા જાય છે. જગમાં માધ્યસ્થ દૃષ્ટિવાળા પુરૂષ સર્વના સંબધમાં આવે છે અને સર્વે લેાકેાના મન પર તે સારી અસર કરી શકે છે. જગવ્યવહારમાં તે ઉચ્ચ દૃષ્ટિવાળા બને છે અને તેથી તે શ્રાવક ધ ર્મને યોગ્ય થાય છે, માટે ભવ્ય મનુષ્યાએ માધ્યસ્થ દૃષ્ટિ અને સૈામ્ય ગુણને હૃદયમાં ખીલવવા સદાકાળ પ્રયત્ન કરવા. આવેશ પુરૂષ ગુણાનુરાગ ગુણુ ખીલવવા અધિકારી બને છે, માટે માધ્યસ્થ ગુણુ કહ્યા બાદ ગુણાનુરાગ ગુણુ કહે છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44