________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
વૃદ્ધ પુરૂષોને અનુસરનાર સહેજે વિનયગુણ મેળવી શકે છે. વિનય વિના વૃદ્ધ પુરૂષોની સેવા થઈ શકતી નથી, તેથી વિનયગુણની આવશ્યકતા સિદ્ધ કરે છે, માટે હવે અઢારમા વિનયગુણને કહે છે.
१८ अढारमो विनयगुण.
विणओ सव्वगुणाणं, मूलं सन्नाण दंसणाइणं ॥ सुखरुस्सय ते मूलं, तेण विणओ इह पसत्थो ॥ १८ ॥
જ્ઞાન, દર્શન અને ચારિત્ર વગેરે સર્વ ગુણોનું મૂળ વિનય છે અને વિનય તે સુખનું મૂળ છે, માટે જ અત્ર વિનય પ્રશંસવા યોગ્ય છે. આઠ પ્રકારના કર્મને નાશ કરીને મુક્તિમાં લઈ જાય છે માટે તેને વિનય કહે છે. જેને શાએ વિનયનું તેવું ઉત્તમ સ્વરૂપ જણાવે છે.
- વિનયના મેર દર્શનવિનય, જ્ઞાનવિનય, ચારિત્રવિનય, તપવિનય અને ઔપચારિક વિનય એ વિનયના પાંચ ભેદ જાણવા.
દ્રવ્યાદિક પદાર્થની શ્રદ્ધા કરતાં દર્શનવિનય ગણાય છે. તેઓનું જ્ઞાન મેળવ્યાથી જ્ઞાનવિનય ગણાય છે. ચારિત્રમાં પ્રવૃત્તિ કરતાં ચારિત્રવિનય ગણાય છે. ઈચ્છા નિરોધરૂપ તપમાં પ્રવૃત્તિ કરતાં તપવિનય ગણાય છે. સુજ્ઞોએ સમકિતીને વિનય કરો. તાનીનો વિનય કરવો. ચારિત્રીને વિનય કરે. તપસ્વીને વિનય કરવો.
ઓપચારિક વિનયન બે ભેદ છે (૧) પ્રતિરૂપ યોગયુંજનરૂપ વિનય, (૨) દ્વિતીય અનાશાતના વિનય.
પ્રતિવિનય ત્રણ પ્રકારનો છે. કાયિક, વાચિક અને માનસિક; તેમાં કાયિક વિનય આઠ પ્રકારનો છે. વાચિક વિનય ચાર પ્રકારનો છે અને માનસિક વિનય બે પ્રકારનો છે.
કાયિક વિનયના આઠ પ્રકાર નીચે મુજબ છે. ગુણવાન પુરૂષ આવે ત્યારે ઉઠીને સામા જવું તે ખુરથાનવના, તેના સામું હસ્ત જેડી ઉભા રહેવું તે ચંદ્ધિ વિના, તેમને આસન આપવું તે બાવનપ્રકાર વિના, તેમની ચીજ વસ્તુ લેઈ ઠેકાણે રાખવી તે અમિગ્ર વિજય, તેમને વંદન કરવું તે તિર્મ વિનય, તેમની આજ્ઞા સાંભળવા તૈયાર રહેવું તે
For Private And Personal Use Only