Book Title: Shravaka Dharma Swaroop Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 40
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮ શ્રાવક ધર્મ સ્વરૂ૫. કંઈ કિંમત નથી. મનુષ્યોએ ધર્મની યોગ્યતા માટે પરોપકાર કરવાની ટેવ રાખવી. દરરોજ થોડામાં થોડે પણ પરેપકાર તો કરવો જોઈએ. સામે બદલો લેવાની બુદ્ધિ વિના નિસ્પૃહ ભાવથી પરોપકાર કરનારાઓ ઉત્તમ પરોપકારી ગણાય છે. પરોપકારી મનુષ્ય ગમે તેવા દીન થઈ જાય તોપણ તેઓ ઉત્તમ ગણાય છે. જગતમાં સ્વાર્થનો ત્યાગ કર્યા વિના પરોપકાર કરવા કઈ સમર્થ થતું નથી. સ્વાર્થ ત્યાગીને તેમજ ધન, આયુષ્ય, જ્ઞાન વગેરેને ભોગ આપીને કઈ વખત પરોપકાર કરનારાઓને માથે ઉલટી ઉપાધિ આવે છે, તો પણ તેઓ અપમાનતિરસ્કારની દરકાર રાખ્યા વિના ઉપકાર કરે છે, જેઓએ જગત ઉદ્ધારને માટે ઘરબાર, કુટુંબ, લક્ષ્મી, પુત્ર, સ્ત્રી તથા વૈભવ પદાર્થોનો ત્યાગ કર્યો છે અને સઘળું જીવન મનુષ્યોના ભલા માટે ધર્મોપદેશમાં અર્પણ કર્યું છે એવા મુનિ વર્ગને સદાકાળ નમસ્કાર થાઓ. જેઓ જ્ઞાનોપદેશવડે મનુષ્યોનાં માનસિક દુઃખો ટાળીને તેઓને સહજ શાંતિ જણાવે છે, અનુભવાવે છે, ધર્મબોધિ બીજ અપે છે એવા પરોપકારી ગુરૂને મહારો નમસ્કાર થાઓ. આપણા જીવનની ઉચ્ચતામાં આજ લગી અસંખ્ય ઉપકારો અન્યથી થયા છે તો આપણે અન્યોના ઉપકારોને જેવા લીધા છે તેવા યથાશક્તિ પાછા ઉપકાર વાળવા જોઈએ. મનુષ્યોની પાસે જે જે શક્તિ છે તે ઉપકાર કરવાને માટે છે, તેથી ઉપકાર કરવાથી અન્યનું ભલું કરતાં પહેલાં પોતાનું ભલું થાય છે. ઉપકારી મનુષ્ય અને ઉપકાર કરે છે તેમાં કદાપિ અન્યોને ઉપકારનું ફળ બેસે કે ન બેસે તેનો નિશ્ચય નથી પણ ઉપકાર કરનારને તે અવશ્ય ફળ થાય છે. જ્ઞાની બનવું સહેલ છે પણ ઉપકારી બનવું મુશ્કેલ છે. ઉપકરી મનુષ્ય જગત જીવોને તારવા માટે સમર્થ થાય છે અને પૂજ્ય બને છે, ઉપકારી મનુષ્ય ધર્મની યોગ્યતા પામે છે. જે પરોપકાર ગુણવંત હોય છે તે જ લબ્ધલક્ષ્યગુણ પ્રાપ્ત કરી શકે છે. માટે પરોપકાર ગુણુનત્તર લબ્ધ લક્ષ્ય ગુણને કહે છે. २१ एकवीसमो लब्धलक्ष्य गुण. लखेइ लद्धलखो, सुहेण सयलंपि धम्म करणिजं ॥ दख्खो सुसासणिज्जो, तुरियंव सुसिख्खिओ होइ ॥ २१ ॥ લબ્ધ લક્ષ્ય મનુષ્ય સુખે કરીને સઘળું ધર્મ કર્તવ્ય અવબોધી શકે છે. તે ડાળે અને સુશાસનીય હેવાથી જલદી સુશિક્ષિત થાય છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44