________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
કઈ ધનાઢય પુરૂષ, કોઈ દરિદ્રી (ગરીબ) ને ટેકો આપી ઉંચો ચઢાવે, ધનવાન કે બુદ્ધિવાન્ કરે, એવામાં તે ધનવાન કોઈ કર્મના ઉદયથી નિર્ધન થઈ જાય અને તે પિલો દરિદ્ર કે જે તેના આશરાથી ધનપતિ થયો
છે, તેની પાસે આવે ત્યારે તે પૂર્વના દરિદ્ર પણ પશ્ચાત ધનાઢય બનેલો પિતાના ઉપકારી શેઠને પિતાનું સર્વસ્વ આપી દે, તો પણ તેને બદલો વાળી શકાતું નથી; પણ જે તે દરિદ્રી, તે સ્વામીને કેવલિભાષિત ધર્મનો ઉપદેશ આપી વીતરાગ ધર્મમાં સ્થાપન કરે તેજ તેને બદલે વાળી શકે.
કઈ પુરૂષ, શ્રમણ (સાધુ) પાસેથી એકપણ આર્યધાર્મિક સુવચન સાંભળી કાલ વેગે મરણ પામી કોઈ પણ દેવલોકમાં દેવતાપણે ઉપજે ત્યારે તે દેવ, તે ધર્માચાર્યને દુકાળવાળા દેશથી સુકાલવાળા દેશમાં મૂકે અગર અટવીમાંથી ખેંચીને વસ્તીવાળા પ્રદેશમાં આણે અગર લાંબા વખતના રેગથી મુક્ત કરે તો પણ તે ધર્માચાર્યને બદલે વાળી શકતો નથી. પણ
જે તે, તે ધર્માચાર્યને કેવલજ્ઞાની કથિત ધર્મ કહીને તથા સમજાવીને તેને વિતરાગ ધર્મમાં સ્થાપન કરે તે જ તેને બદલો વાળી શકે છે. વાચક મુખ્ય ઉમાસ્વાતિજી પણ તે જ પ્રમાણે કહે છે.
_| આવો . दुःप्रतिकारौ मातापितरौ, स्वामी गुरुश्च लोकेऽस्मिन् ॥ तत्र गुरुरिहामुत्र च, सुदुष्करतरप्रतीकारः ॥ १ ॥
આ લોકમાં માતા, પિતા, સ્વામી અને ગુરૂ એ દુપ્રતિકાર છે તેમાં પણ ગુરૂ તે અહીં અને પરભવમાં અતિશય દુષ્પતીકારજ છે.
સમ્યકત્વદાતા સદ્દગુરૂને તે કોડ ભવમાં પણ, કરોડો ઉપાય કરતાં પણ પ્રત્યુપકાર થઈ શકતું નથી.
કતા પુરૂષોનું એજ લક્ષણ છે કે તેઓ નિત્ય ગુરૂના પૂજનાર હોય છે. કારણકે તે જ મહાત્મા છે, તે જ ધન્ય છે, તે જ કૃતજ્ઞ છે, તે જ કુલીન અને ધીર છે, તે જ જગતમાં વંદનીય છે, તેજ તપસ્વી છે અને તે જ પંડિત છે, કે જે સુગુરૂ મહારાજનું નિરંતર દાસપણું, પ્રેષપણું, સેવપણું તથા કિંકરપણું કરતો થકો પણ શરમાય નહીં. કૃતજ્ઞ પુરૂષ પોતાના પરોપકારીએની સદાકાળ સ્તુતિ કરે છે. કૃતજ્ઞ પુરૂષ, પિતાના ઉપકારીઓને નમે છે અને તેથી તે પરોપકાર કરનારાઓને કદી ભૂલી જતો નથી, કૃતજ્ઞ પુરૂષ, પિતાના આત્માને ઉચ્ચ કરવા સમર્થ થાય છે માટે બંધુઓ અને બહેનોએ કૃતજ્ઞ ગુણ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ, કૃતજ્ઞ મનુષ્ય પરોપકાર કરવા રામર્થ થાય છે માટે કૃતજ્ઞ ગુણ કહ્યા બાદ પરહિતાર્થ કરવગુણ ને કહે છે.
For Private And Personal Use Only