Book Title: Shravaka Dharma Swaroop Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 41
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રાવક ધર્મ સ્વરૂપ. લબ્ધ લક્ષ્ય પુરૂષ દરેક બાબતોમાં સાવધાનતા રાખે છે અને જલદી હુંશિયાર થાય છે. જે બાબતની વિધાનો અભ્યાસ કરે છે, તેમાં વિજયી નીવડે છે. અનેક ધર્મસૂત્રનાં રહસ્યોને તે જાણી શકે છે. એક વસ્તુના જ્ઞાનથી અનુમાન બળ વડે અનેક વસ્તુઓનું જ્ઞાન કરવા તે સમર્થ બને છે, માટે ધર્મની પ્રાપ્તિમાં લબ્ધ લક્ષ્ય ગુણની આવશ્યકતા છે. લબ્ધલક્ષ્ય મનુષ્ય ધર્મ તોના અભ્યાસમાં ખૂબ ઉંડે ઉતરી જાય છે અને ધર્મની પ્રાપ્તિને માટે તે પ્રત્યેક વિચાર બરાબર લક્ષ્ય રાખીને કરે છે, માટે બંધુઓએ અને બહેને એ લબ્ધ લક્ષ્ય ગુણની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ. આ પ્રમાણે એકવીસ ગુણનું કિંચિત વર્ણન કર્યું. તેવા ગુણોને ધારણ કરનારાઓ શ્રાવક ધર્મને યોગ્ય બને છે. સંપૂર્ણ ગુણે જેનામાં હોય તે ઉત્તમ પાત્ર જાણવા અને એ ગુણોના ચોથા ભાગે હીન તે મધ્યમ જાણવા અને અર્ધ ભાગે હીન હોય તે જઘન્ય પાત્ર જાણવા અને તેથી વધુ હીન હોય તે દરિદ્રધ્યાયઃ અર્થાત્ અયોગ્ય સમજવા. ધર્મના અથઓએ ઓછામાં ઓછા એક ગુણની પ્રાપ્તિ માટે તો અવશ્ય પ્રયત્ન કરવો જોઈએ. જેમ પવિત્ર ચિત્ર શુદ્ધ ભૂમિકામાં સારૂ ઉઠે છે, તેમ આવા ગુણોવડે યોગ્ય હોય તેનામાં ધર્મની ઉત્પત્તિ થાય છે. શ્રાવકોએ શ્રાવકોના ગુણે પ્રાપ્ત કરવા જોઈએ. પિતાનામાં પૂર્વોક્ત કહેલા ગુણો ન હોય અને સાધુઓની પંચાતમાં પડવું એ કંઈ યોગ્ય નથી. શ્રાવક ધર્મના ગુણેને શ્રાવકોએ પ્રાપ્ત કરવા જોઈએ. જેઓ પોતાને અધિકાર પૂર્ણ મેળવવા અધિકાર પ્રમાણે કહેલા ગુણો પ્રાપ્ત કરે છે તેઓને ધન્યવાદ ઘટે છે. શ્રાવક ધર્મના ગુણોને ખીલવ્યાથી ખીલી શકે છે ગુણવિનાને ઘટાટોપ કંઈ ખપમાં આવતો નથી માટે પૂર્વોક્ત ગુણેની પ્રાપ્તિ માટે અપ્રમાદી થઈ ઉદ્યમ કરવો કે જેથી ધર્મની પ્રાપ્તિ અને તેથી પરગv૬ રોપી રાવ. આશા છે કે ભવ્ય ગુણોને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરશે. श्राद्धधर्मस्वरूपे वै, सद्गुणा वर्णिता मया ॥ श्राद्धानामुपकारार्थ बुद्धयब्धिमुनिना मुदा ॥ १ ॥ ઈતિ શ્રાદ્ધધર્મ સ્વરૂપાધિકારે શ્રાવક ગુણવર્ણન સમાપ્ત, - લેખક મુનિ બુદ્ધિસાગર, (મુ. મુંબાઈ વાલકેશ્વર ઉપાશ્રય, ચૈત્ર સુદી પ મગળ, સંવત ૧૮૬૭.) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44