Book Title: Shravaka Dharma Swaroop Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 39
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રાવક ધર્મ સ્વરૂપ. ૩૭ २० वीसमो परोपकार गुण. परहिय निरओ धन्नो, सम्म विनाय धम्म सम्भावो । ગર્વ કવર ક, નિરવ મહાસત્તા | ૨૦ || પરહિતમાં આસકત રહેનાર મનુષ્યને ધન્ય છે. સમ્યફ પ્રકારે જાણ્યા છે ધર્મતત્વના સદભાવને તે જેણે એવો વિધાન પુરૂષ અને પશુ ધર્મ માર્ગમાં સ્થાપન કરે છે. તે નિઃસ્પૃહ મહા સત્યવાન રહી અને સારી રીતે ઉપકાર કરી શકે છે. ગીતાર્થ થએલ પુરૂષ અન્ય અભણ જનેને સશુરૂ પાસે સાંભળેલ આગમના વચનના ઉપદેશથી શુદ્ધ ધર્મમાં સ્થાપે છે, અર્થાત પ્રવર્તાવે છે અને ધર્મ જાણકારમાં જે સીદાતા હોય તેમને સ્થિર કરે છે. આ સાધુ અને શ્રાવકને સરખી રીતે લાગુ પડતા પરહિત ગુણના વ્યાખ્યાન પદથી સાધુની પેઠે શ્રાવકને પણ પિતાની ભૂમિકાના અનુસારે અને લૈકિકરીત્યા ભાષણ વગેરેથી બેધ દેવાની સંમતિ આપી છે. શ્રાવક જેવું ગુરૂ પાસે સાંભળે તેવું કુટુંબ વગેરેની આગળ સમજાવે. પોતે કહે કે મને ગુરૂએ આમ બધ આપે છે. તેમના ઉપદેશાનુસાર હું તમને કહું છું એમ ઉપદેશ દેતાં બોલે. પાટ વગેરે પર બેસીને સાધુની પેઠે શ્રાવકોની આગળ ઉપદેશ આપે નહીં, પણ પાટપર બેઠા વિના પોતે જે ગુરૂ પાસે સાંભળેલું હોય તે અન્યને સમજાવે, આમ મારા સમજવામાં છે. વિશેષ ખુલાસા માટે ગીતાથેંને પુછી રૂબરૂ નિર્ણય કરે. પારકાના હિતમાં આસક્ત મનુષ્ય, પરોપકારની અને પરોપકારીઓની કિંમત સમજી શકે છે અને પોપકારવડે અનેક જીવોનું ભલું કરી શકે છે. પરોપકાર વિના સન્ત, પૂજ્ય અગર તીર્થકરત્વ મળી શકતું નથી. પરોપકારી મનુષ્ય દાતાર હોઈ શકે છે, તેમજ દયાવાન તે પ્રથમથી હોય છે, તેમજ તે અન્યના માટે શુભ વિચાર કરનાર હોય છે, તેમજ તે આસ્તિક હોય છે, તેમજ તે દુઃખીનાં દુઃખ જાણનાર હોય છે; તેથી પરોપકારી મનુષ્ય મેઘ, સૂર્ય, નદીઓ, પૃથ્વી અને સમુદ્ર વગેરેની ઉપમાને ધારણ કરે છે. જગતમાં ધર્મની પ્રાપ્તિ માટે પરોપકાર એ સડક જે સિદ્ધ રસ્તે છે. પરોપકારથીજ જહદી ધર્મ પામી શકે છે અને તે જલદી ધર્મને ફેલાવો કરી શકે છે. પરોપકારી ધન, સત્તા, જ્ઞાન, ઉપદેશ, મન, વાણી અને કાયાવડે જ્યાં જાય છે ત્યાં ઉપકારજ કરતે રહે છે. પરોપકાર વિના ઘન, સત્તા અને જ્ઞાન, વગેરેની For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44