Book Title: Shravaka Dharma Swaroop Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 37
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રાવક ધર્મ સ્વરૂપ. ૩૫ કરી શકાય છે. સંસારવ્યવહારમાં પણ જે માતા, પિતા, વડીલો અને શિક્ષકો વગેરેનો ઉપકાર સમજી તેમને વિનય સાચવી શકતું નથી તે લોકોત્તર ધર્મ ગુરૂને ઉપકાર જાણીને તેને બરાબર વિનય કરવાને શકિતમાન થતો નથી. સતપુરુષોનો વિનય કરે જોઈએ કારણકે તેઓ જગતને ઉપકાર કરનારા હોય છે. સાધુઓનાં દર્શન થતાં બે હાથ જોડી તેમને ઉભા થઈ વંદન કરવું. તેઓનો વિનય કરનારની ઉત્તમગતિ થયા વિના રહેતી નથી. વિનય વિના ધર્મનો બોધ મળી શકતો નથી. વિનય વિના જ્ઞાન મળતું નથી. માટે વિનયની આવશ્યકતા છે. વિનયવંત પુરૂષ, શ્રાવક ધર્મને પામવા યોગ્ય બને છે માટે બંધુઓ અને બહેને એ વિનયગુણને ગ્રહણ કરવો. કૃતજ્ઞ ગુણવાળો, વિનય કરી શકે છે. જે કરેલા ગુણને જાણતો નથી તે વિનય કરવા તત્પર થતો નથી, તેથી વિગુણની પ્રાપ્તિ માટે તશ કુખની આવશ્યકતા છે. ઈત્યાદિ હેતુથી ઓગણીશમે કૃતજ્ઞગુણ જણાવે છે. ૨૨ ગોળી તિજ્ઞgs, बहु मन्नइ धम्मगुरूं, परमुवयारित्तितत्त बुद्धीए । तत्तो गुणाण बुढी, गुणारिहो तेणिह कयन्नू ।। २६ ॥ કતા મનુષ્ય, તત્ત્વબુદ્ધયા પરમ ઉપકારી શ્રી ધર્મગુરૂને ગણું તેમનું બહુ ભાન કરે છે, તેથી ગુણોની વૃદ્ધિ થાય છે માટે કૃતજ્ઞ મનુષ્ય ગુણ ગ્ય છે. કૃતજ્ઞ પુરૂષ, ધર્મદાતાર આચાર્યાદિકને પરમ ઉપકારી જાણ બહુ ભાન આપે છે. જગતમાં સર્વથી મોટો ઉપકાર, સમ્યકત્વ ગુરૂને છે. તે આ આગમના પરમ વાક્યને વિચારે છે કે –હે આયુષ્માન શ્રમણ ! જગતમાં ત્રણ જણને બદલો વાળવો મુશ્કેલ છે. માબાપને, સ્વામીને અને સમકિતદાતાર ધર્માચાર્યને. કઈ પુરૂષ, પિતાના માબાપને સાંજ સવાર શતપાક અને સહસ્ત્રપાક તેલથી મર્દન કરી સુગંધી ગોદકથી નવરાવી, સર્વાલંકારથી શણગાર કરાવી, પવિત્ર વાસણમાં પિરસેલું અઢાર શાક સહિત અને ભોજન જમાડી, જીવતાં સુધી પોતાની પીઠ ઉપર ઉપાડતે રહે, તેટલાથી પણ તે માબાપને બદલે વાળી શકાતો નથી, પણ જે માબાપને શ્રી કેવલજ્ઞાનિકથિત વીતરાગ ધર્મને સમજાવી તેમાં સ્થાપન કરે તો જ માબાપને બદલે વાળ્યો કહી શકાય. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44