Book Title: Shravaka Dharma Swaroop Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 36
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રાવક ધર્મ સ્વરૂ૫. કૃપા વિના, તેમની પાછળ જવું તે અનુજમન વિના અને પગચંપી વગેરે તેમનાં જે જે કાર્ય કાયાવડે સાધવા યોગ્ય હોય તે સાધવાં તે સંસાર વિનય જાણો. વાચિક વિનયના ચાર પ્રકાર નીચે મુજબ છે. હિતકારી બેલવું, ખપ જેટલું બોલવું, મધુર બોલવું, અનુસરતું બોલવું. માનસિક વિનયના બે ભેદ નીચે મુજબ છે. ખરાબ વિચારને વિરોધ કરો, અને શુભ ચિંતવના કરવી. પરાનુવૃત્તિમય પ્રતિરૂપ વિનય છે. અપ્રતિરૂપ વિનય કેવળજ્ઞાનીને હેય છે. અનાશાતના વિનયના બાવન ભેદ છે. તીર્થંકર, સિદ્ધ, કુળ, ગણ, સંધ, ક્રિયા, ધર્મ, જ્ઞાન, જ્ઞાની, આચાર્ય, સ્થવિર, ઉપાધ્યાય અને ગણી એ તેર પદની આશાતનાથી દૂર રહેવું. તેમની ભક્તિ કરવી, બહુ માન કરવું, તેમજ પ્રશંસા કરવી એમ ચારને તેરે ગુણતાં બાવન ભેદ થાય છે. આવા પ્રકારને વિનય કરવાથી આભા ઉચ્ચ કેટીના પગથીયા પર ચઢતે જાય છે અને હૃદયની શુદ્ધિ વધારે છે, આ ઉત્તમ વિનય ખરેખર ધર્મનું મૂળ છે. કહ્યું છે કે – ઋો છે. विणओ सासणे मूलं, विणीओ संजओभवे ॥ विणआओ विप्पमुक्कस्स, कओ धम्मो को तवो ॥१॥ વિનય, સાસનમાં મૂળ જેવો છે. વિનય, સંયત થાય છે, વિનય રહી તને ધર્મ કયાંથી હોય? તેમજ તપ ક્યાંથી હોય? અલબત ન હોય. વળી કહ્યું છે કે. || ગાથા विणयानाणं, नाणाओ दंसणं दंसणाओ चरणं तु ॥ चरणाहिंतोमुख्खो मुख्खे सुखं अणाबाई ॥ १ ॥ વિનયથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્ઞાનથી દર્શન પ્રાપ્ત થાય છે, દર્શનથી ચારિત્ર પ્રાપ્ત થાય છે, ચારિત્રથી મોક્ષ પ્રાપ્ત છે અને મોક્ષ થતાં અનન્ત અવ્યાબાધ સુખ પ્રાપ્ત થાય છે. જગતમાં જે વસ્તુઓ ધન સત્તાથી મળતી નથી તે વસ્તુઓ વિનયથી મળે છે. સામાન્ય કહેવત છે કે વિનય વિરીને વશ કરે છે. વિનયથી અનેક કાર્યની સિદ્ધિ થાય છે. ગમે તેવાં કાર્ય કરવા હોય તે તે વિનયથી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44