Book Title: Shravaka Dharma Swaroop Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 29
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રાવક ધર્મ સ્વરૂપ. બીહે છે અને તેઓ પણ તેના ઉલટા સગુણો ગાવા મંડી જાય છે. અનેક પ્રતિપક્ષીઓ છતાં સુપક્ષવાળા પોતાના ઉન્નતિ માર્ગ સુખે ગમન કરે છે. માટે સુપક્ષગુણની પણ આવશ્યકતા છે. સુપક્ષગુણવાળે દીર્ધદર્શીવ ગુણને પ્રાપ્ત કરે છે માટે હવે દીર્ધદર્શીવ ગુણને કહે છે. १५ पंदरमो दीर्घदर्शित्वगुण. आढवइ दीहदंसी, सयलं परिणामसुंदरं कजं ।। बहुलाभमप्पकेसं-सलाहणिजं बहुजणाणं ।। १५ ॥ દીર્ધદશ મનુષ્ય જે જે કાર્ય, પરિણામે સુંદર હોય, બહુ લાભ અને અ૫ કલેશવાળું હોય, અને ઘણું મનુષ્યને પ્રશંસવા યોગ્ય હોય તે કરે છે. દીર્ઘદર્શી પુરૂષ વિચાર્યા વિના કોઈ કાર્યને એકદમ આરંભતે નથી. તે જે જે કાર્ય કરે છે તેને ભવિષ્ય સંબંધી બહુ લાભને વિચાર કરે છે. વિશેષતઃ આગામિકાળે જે જે કાર્યોથી સુખ અને લાભ, મળે તેનો જ આરંભ કરે છે. તે લાંબી દષ્ટિ પહોંચાડ્યા વિના કોઈપણ કાર્ય કરતો નથી. દીર્ધદષ્ટિ પુરૂષના કાર્યને સર્વ લોકો વખાણે છે અને તેની દષ્ટિના આધારે અન્ય પુરૂષો પણ ચાલે છે. સંસારવ્યવહારનાં દરેક કાર્યોમાં તે લાભાલાભ વિચારીને પગલું ભરે છે. અનેક પ્રકારના સંકટમાં ગુંથાયે હોય છે છતાં તે દીર્ધદષ્ટિથી ભ વિષ્યનાં કાર્યને નિર્ણય કરે છે. તે પુરૂષ પારિમિકી બુદ્ધિવડે સર્વ કાર્ય કરી શકે છે, તેથી લોકોમાં પ્રખ્યાતિપશુને મેળવે છે. કેટલીક વખત એવું બને છે કે, કેટલાક લોકો વિચાર્યા વિના એકદમ કોઈ કાર્યને ક્રોધ, અને ઈર્ષા આદિના વેગથી આરંભે છે અને તેમાં અલાભ થાય છે ત્યારે પશ્ચાત્તાપ પામે છે. પિતાને આધકાર, બળ, સહાય, ભવિષ્યમાં લાભ, કાર્યની પૂર્ણ તાનાં સાધન, આજુબાજુના સંયોગે, અને વિશ્વને નાશ કરવાના ઉપાય, વગેરે બાબતોને વિચાર કરી કાર્ય કરવું જોઈએ; દરેક કાર્યમાં મનુષ્યો કેટલા હેતુઓથી ફાવે છે તેને વિચાર કરવાની ટેવ પાડવી કે જેથી દીર્ધદષ્ટિપણનો ગુણ ખીલી શકે. કઈ પણ વસ્તુ સંબંધી તેના પરિણામને પ્રથમથીજ વિચાર કરે જોઈએ અને પશ્ચાત તેને નિર્ધાર કરવો જોઈએ. સહસાત કારે કોઈ કાર્ય કરવામાં આવે છે તે પશ્ચાત અનેક આપદાઓનું સ્થાનભૂત પિતે બને છે. દરેક બાબતને ભવિષ્યના પરિણામ સબંધી ખૂબ વિચાર કરો અને તેમાં દીર્ધદષ્ટિ પુરૂષોની સલાહ લેવી. દીર્ધદષ્ટિવાળો પુરૂષ, જે જે કાર્ય કરે છે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44