________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
૨૯
ખેદની વાત છે કે આગ્રહી મનુષ્ય જ્યાં તેની મતિ ખેડી હાય છે ત્યાં યુતિને ખેચી લેઇ જાય છે, પણ નિષ્પક્ષપાત મનુષ્યની મતિ તે જ્યાં યુક્તિ હૈાય ત્યાં તણાય છે, માટે પક્ષપાતરહિત વિશેષજ્ઞ ગુણવંત પુરૂષ જગમાં ધર્મતત્ત્વના પરીક્ષક બને છે. શ્રીવીરપ્રભુએ પણ જણાવ્યું છે કેપક્ષપાત ત્યાગીને સત્ય તત્ત્વને ગ્રહણ કરી, શ્રીહરિભદ્રસૂરિ કે જેમણે દશે ચામાલીશ ગ્રન્થા બનાવ્યા છે તે કહે છે કેઃ—
॥ જોTM
पक्षपातो नमे वीरे, न द्वेषः कपिलादिषु ॥ युक्तिमद् वचनं यस्य तस्य कार्यः परिग्रहः || १ |
મને શ્રીવીરપ્રભુપર પક્ષપાત નથી. તેમ સાંખ્યતત્ત્વપ્રણેતા કપિલ વગેરે પર દ્વેષ નથી; જેનું વચન યુક્તિવાળું છે, તેનું વચન ગ્રહણ કરવા યેાગ્ય છે. શ્રીહરિભદ્રસૂરિ પૂર્વે વેદધર્મી હતા પશ્ચાત્ અપક્ષપાત ભાવથી જૈનધર્મનાં તા, યુક્તિથી વિચારતાં તેમના હૃદયમાં ઉતર્યા, તેથી તેમણે જૈનધર્મ અંગીકાર કર્યાં હતા. રાગદ્વેષને દૂર કરી નિષ્પક્ષપાત ભાવથી જેઓ શાન્ત પણે અધિકાર પ્રમાણે તāાને વિચાર કરે છે તે વિશેષજ્ઞ બને છે. વિશેષજ્ઞ બનવું એ કંઈ સામાન્ય વાત નથી, તેમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી જરૂર છે, સદ્ગુરૂની ઉપાસનાની જરૂર છે, તેમજ તીક્ષ્ણ બુદ્ધિની પણ જરૂર છે, તેમજ ઉત્સાહથી તર્કશક્તિ ખીલવવાની પણ જરૂર છે. અને જેમ જેમ સત્ય સમજાય તેમ તેમ અસત્ કદાગ્રહ, ત્યાગવાની પણ જરૂર છે. વિશેષજ્ઞ ગુણ પ્રાપ્ત કરવાની આવશ્યકતા છે. પેાતાની મેળે સત્ય તત્ત્વને નિશ્ચય કરતાં પેાતાના હૃદયની તે વસ્તુએના નિશ્ચયમાં સાક્ષી થાય છે. અન્ય મનુષ્યા તેને ભરમાવે છે તા પણુ રાતે વિશેષજ્ઞ બનવાથી ભમતા નથી અને અન્યાતે પોતે સત્ય તત્ત્વના માર્ગપર ખેચી લાવે છે અનેક અજ્ઞાનિચેાને મેધ આપી સત્ય માર્ગમાં લાવે છે, તત્ત્વાને સારી રીતે તે જાણુતા હોવાથી અન્ય મનુષ્યાને સારી રીતે સમજાવે છે. પોતાના કુટુંબને પણ તે સારી રીતે સમજાવી શકે તેથી તેને પ્રેમ, વિશેષજ્ઞપર સારી રીતે બંધાય છે. વિશેષજ્ઞ સત્ય અને અસત્યને! સારી રીતે નિર્ણય કરે છે અને સત્ય તત્ત્વને ગ્રહણ કરે છે. વિશેષજ્ઞ જે નિશ્ચય કરે છે, તેજ નિશ્ચયને અન્ય પુરૂષો અવલંબે છે. દરેક વસ્તુમાં રહેલ નિત્યત્વ અને અનિત્યત્વ ધર્મ સમજવાને માટે વિશેષનુ ચેાગ્ય
For Private And Personal Use Only