________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
શ્રાવક ધર્મ સ્વરૂપ,
તિરસ્કાર આપતું નથી, કારણ કે તિરસ્કારથી અન્યનું મન દુઃખાય છે અને એને આત્મા સદાકાળ બળ્યા કરે છે. શરીરના ઘા રૂઝે છે પણ વચનના ઘા રૂજતા નથી. દયાળુ પુરૂષ અન્યને શ્રાપ આપતો નથી, કારણ કે હિંસાના પરિણામ વિના શ્રાપ દેવા નથી. દયાળુ પુરૂષ કોઈની નિન્દા સાંભળતો નથી, કારણકે અન્યની નિન્દાને સાંભળવાથી કોઈ વખત જેની નિન્દા કરવામાં આવે છે તેની લાગણી દુઃખાય છે. દયાળુ પુરૂષ કોઈની જૂઠી સાક્ષી ભરતો નથી, કારણ કે હિંસાના પરિણામ વિના જૂઠી સાક્ષી પુરાતી નથી. દયાળુ પુરૂષની ચક્ષુમાંથી દુઃખી મનુષ્યોને દેખી અશ્રુઓ ખરે છે. લુલા, આંધળા, ગરીબ વગેરેને દેખી તેના મનમાં દયાને ઝરો વહેવા માંડે છે. અજ્ઞાન વગેરે દેશોથી મનુષ્ય પીડાય છે. માટે દયાળુ પુરૂષ અન્ય મનુષ્યોમાં રહેલા અજ્ઞાન, દ્વેષ, કલેશ, શોક વગેરે દોષોજ મટાડવા ખરા દયાના પરિહુમથી કાર્ય કરે છે. દયાળુ પુરૂષ કોઈના ઉપર તહોમત મૂકતો નથી, કારણ કે હિંસાના પરિણામ વિના તહેમત મૂકાતું નથી. દયાળુ પુરૂષ અન્ય છોના ઉપસર્ગોને પણ દયાને પરિણામ રાખી સહન કરે છે. દયાળુ પુરૂષ આત્મભોગ આપીને અન્યોનો ઉદ્ધાર કરી શકે છે. તેથી શ્રાવકધર્મની પ્રાપ્તિ માટે દયા ગુણને સેવવો જોઈએ, કેમકે દયાળુ પુરૂષ માધ્યસ્થવ ગુણ ધારણ કરવા શક્તિમાન થાય છે.
-
*
११ अगीआरमो माध्यस्थ सौम्यदृष्टि गुण.
मज्झत्थसोमदिठी, धम्मवियारं जहठियं सुणइ ॥ कुणइ गुणसंपओगं, दोसे दूरं परिचयइ ॥११॥
માધ્યસ્થ અને સામ્ય દષ્ટિવાળો પુરૂષ યથાર્થ ધર્મ વિચારને સાંભળે છે. તેમજ ગુણોની સાથે જોડાઈ દેશોને દૂરથી ત્યાગ કરે છે. મધ્યસ્થ એટલે કોઈ પણ દર્શનમાં પક્ષપાતરહિત અને પ્રદેષ નહિ હોવાથી સામ્ય દષ્ટિ જેની છે તે માધ્યસ્થ સૌમ્ય દષ્ટિવાળો પુરૂષ જાણવો. માધ્યસ્થ દષ્ટિવાળો સર્વ ધર્મવાળાઓની સભાઓમાં સર્વનું કથન સાંભળે છે અને તતસંબંધી સર્વનું કહેવું કઈ કઈ દષ્ટિની અપેક્ષાએ સત્ય છે તેને બરાબર વિચાર કરે છે અને કાઈના કહેવા પર રાગ અગર દેષ કર્યા વિના સત્યને ગ્રહણ કરે છે. માધ્ય.
સ્થ દષ્ટિવાળો પુરૂષ સત્ય અને અસત્યનો તેલ કરવા સમર્થ થાય છે. તે મનુષ્ય જગતમાં અનેક પળેનાં ધર્મ સંબંધી પુસ્તકોને વાંચે છે પણ ન્યાય
For Private And Personal Use Only