Book Title: Shravaka Dharma Swaroop Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 26
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ શ્રાવક ધર્મ સ્વરૂપ તેના મનમાં ગુણોને જ વધારવાની જિજ્ઞાસા વધે છે. ગુણાનુરાગી ગુણવડે નીચ જાતિમાં જન્મેલો હોવા છતાં ઉચ્ચ કહેવાય છે અને ઉચ્ચ જાતમાં જન્મેલો પણ ગુણાનુરાગ વિના નીચ કહેવાય છે. ગુણને ગાનાર, બોલનાર, ગ્રહનાર મનુષ્ય ઉચ્ચ છે અને દોષને કહેનાર, ગ્રહનાર મનુષ્ય કાગડાની પેઠે નીચ છે, ગુણાનુરાગી સર્વ જીવોની સાથે ભાતૃભાવ રાખી શકે છે અને તે સર્વે શત્રુઓને પણ પિતાના આત્માના જેવા પિતાના પ્રસંગમાં આવતાં બનાવે છે. ગુણાનુરાગીની આંખે ગુણેજ દેખાય છે. તેના હૃદયની ઉચ્ચતા ક્ષણે ક્ષણે વૃદ્ધિ પામે છે. ગુણાનુરાગીના મનમાં તથા વચનમાં અમૃત વસે છે. ગુણાનુરાગી ગમે તેવા પ્રસંગોમાં પણ પોતાના આત્માને દુર્ગુણના ખાડામાં ધકેલી દેતો નથી. ગુણાનુરાગી ગુણ તથા દોષ બેને દેખે છે, જાણે છે, છતાં દુર્ગ તરફ તેનું લક્ષ રહેતું નથી, પણ ફકત ગમે તેના સગુણ તરફ તેનું લક્ષ રહે છે. ગુણાનુરાગી ચંદ્રમાની પેઠે જગતમાં પ્રિય થઈ પડે છે અને તેના તરફ લોકોનું સ્વાભાવિકરીતે વલણ ખેંચાય છે. ગુણાનુરાગી ધર્મકારમાં પ્રવેશ કરે છે અને હજારોને કરાવે છે. ગમે તે રૂપવંત પુરૂષ હેય પણ નાકે ચાઠું પડયું હોય તે તે શોભતો નથી. ગમે તેવો વિદ્વાન હય, ગમે તે વક્તા હેય, ગમે તેવો ઉચ્ચ હોય, પણ જે તે ગુણાનુરાગી ન હોય તે તે જગતમાં શોભા પામી શકતો નથી. શ્રી કેવલીપ્રભુ સર્વદષ્ટિથી સર્વ મનુષ્યોના ગુણો અને દોષોને જાણે છે છતાં પણ કોઈના દોષોને પ્રકાશતા નથી, ( જ્યારે મનુષ્ય, પૃચ્છા કરે છે ત્યારે જેવાં કર્મ કર્યા હોય છે તે તે વ્યક્તિને કહે છે.) નિર્ગુણ હોય તે ગુણીને એ ળખી શકતો નથી. ગુણાનુરાગ વિના ગમે તે મનુષ્ય જગતમાં શાંતિને પામી શકતો નથી, અને અન્યને શાન્તિમાં સહાયક બની શકતા નથી, માટે ગુણાનુરાગ ધારણ કરે કે જેથી શ્રાવક ધર્મની યોગ્યતા મળે. ગુણનુરાગ સંબંધી વિશેષ હકીકત વાંચવી હોય તે ગર્ભવત ગુઢ વિવેત્તર વાંચવું. ગુણાનુરાગી સત કથા કરનારા હોય છે માટે ગુ. ણનુરાગ પશ્ચાત સરથાણુનું વિવેચન કરાય છે. શરૂ, તેરમો સાથન Tv. नासइ विवेगरयणं, असुहकहासंगकलुसियमणस्स ।। ધોવાણીહીન, સંધો દુન્ન ધર્મથ્થી ૫ ૨ | For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44