Book Title: Shravaka Dharma Swaroop Part 1
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ શ્રાવક ધમ સ્વરૂપ. સમજ્યા વિના ગમે તે બાબતનો ગમે ત્યાં બકવાદ કર; ઈત્યાદિ કાર્ય લોક વિરૂદ્ધ જાણવાં. પરલેથી જે જે કાર્યો શાસ્ત્રધારે વિરૂદ્ધ ગણાય તે પરલોક વિરૂદ્ધ કાર્ય જાણવાં. તેવાં કાર્ય કરવાથી અશ્રદ્ધા આદિ દોષનું આવાગમન થાય છે અને આત્મા, પાપકર્મથી બંધાય છે. છે ઉભયલેકવિરૂદ્ધ કાર્યો નીચે પ્રમાણે છે.” જુગાર, માંસ, દારૂ, વેશ્યા, શિકાર, ચેરી અને પરસ્ત્રીગમન, આ સાત વ્યસનો આ જગતમાં અતિ પાપી પુરૂષોમાં હમેશ રહે છે. વ્યસની મનુષ્ય ઈહિ પણ, સારા મનુષ્યોમાં નિંદાય છે અને મૃત્યુ બાદ દુર્ગતિમાં જાય છે. એ સાત વ્યસનથી આ ભવમાં પણ દુઃખ થાય છે અને પરભવમાં પણ નરકાદિગતિમાં દુઃખ ઉત્પન્ન થાય છે, માટે ઉભયલોક વિરૂદ્ધ એવાં સાત વ્યસનોનો ત્યાગ કરવો જોઈએ. એ સાત વ્યસનના ત્યાગથી લેકોમાં પ્રિય થવાય છે. લોકપ્રિય થએલ મનુષ્ય, સર્વ મનુષ્યોને પોતાના તરફ ખેંચે છે અને અન્ય મનુષ્યને ઉપકારક થઈ પડે છે. લોકપ્રિય મનુષ્ય જગતમાં ઉત્તમ કાર્ય કરવા માટે સમર્થ બને છે. જગતમાં લોકપ્રિય મનુષ્ય જ્યાંત્યાં ધર્મને ફેલાવો કરવા સમર્થ થાય છે. લોકપ્રિય મનુષ્ય ધર્મગુરૂને પ્રેમ મેળવી શકે છે. લોકપ્રિયપર સર્વ લોકો વિશ્વાસની નજરથી જુએ છે. લોકપિયગુણ ગ્રહણ કરવાની ઈચ્છાવાળાએ કદી કટુવાણું વદવી નહીં. લોકપ્રિયતા, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે જે ઉપાયોથી પ્રાપ્ત કરી શકાય તે તે ઉપાયોને સ્વીકાર કરવો જોઈએ. કીર્તિઆદિની મુખ્ય વાંચ્છાવડે જે કપ્રિય થવા માગે છે, તે ઉત્તમ સિદ્ધાન્ત કથિત નિષ્કામ વૃત્તિથી દૂર જાય છે. દાન આપવું તે પોતાની સ્વભાવિક ફરજ સમજીને દાન આપવું, તેમજ વિનય એટલે યોગ્ય પુરૂષને ભક્તિ અને બહુમાનથી મન, વચન, અને કાયાથી સત્કાર કર, શીલ એટલે સદાચારમાં તત્પર રહેવું. શુભ આચારે પાળવાથી મનુષ્ય, લોકોમાં માનનીય થઈ પડે છે. આ સઘળું ખરા અન્તઃકરણથી કરનાર ખરી કપ્રિયતા મેળવી શકે છે; જે કરવું તે આત્માના ગુણે ખીલવવા માટે જ કરવું. દાન, વિનય આદિ ગુણેમાં તત્પર થનારે મારા વિષે લોકોને પ્રેમભાવ વચ્ચે કે નહીં તે જોવા જરા માત્ર લક્ષ આપવું નહીં, તેણે તો લોકોની For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44