________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
તેમજ તે પિતે પણ એકદમ ક્રોધથી ધમધમાયમાન થઈ શકતો નથી. શાન્ત સ્વભાવવાળા એકદમ વિચાર્યાવના પગલું ભરતા નથી, તેથી તેવા મનુષ્યની દુનિઆમાં ઘણી કિસ્મત થાય છે અને તે ઉચ્ચ પદવીપર ચઢે છે અને અન્યોને પણ પિતાના સહવાસથી ફાયદો કરે છે. ગુંચવણ ભરેલ કામોમાં પણ શાન્તસ્વભાવવાળો ગુંચવાતો નથી. પિતાના શાન્ત સ્વભાવના લીધે અન્યમનુષ્યોના સંસર્ગમાં રહીને પણ ધારેલ કાર્ય સિદ્ધ કરે છે. તે એકદમ કોઈને શાપ આપી શકતો નથી. સર્વ મનુષ્યોના ભલા માટે તે શુભ વિચાર કરી શકે છે. ચંદ્રભાપર જેમ સ્વાભાવિક પ્રેમ ઉત્પન્ન થાય છે, તેમ તેનાપર અન્ય મનુષ્યને સ્વાભાવિક પ્રેમ થાય છે. ગમે તેવા કલેશના વાતાવરણમાં પણ તેની પ્રકૃતિ શાન્ત દેખાય છે.
તેથી તે અન્યોને પણ આશ્રય કરવા ચોગ્ય થાય છે. હિંસા, ચોરી, વગેરે દુષ્ટ કાર્યોમાં તે પ્રવૃત્તિ કરી શકતો નથી. તેને તે અત્યંત વલ્લભ લાગે છે. તે પિતાના આત્માના ઉદ્ધાર માટે યોગ્ય બેધને ધારણ કરી શકે છે. સત્યાસત્યનો વિચાર બને તેટલું કરી શકે છે, માટે સ્વભાવે શાન્ત સ્વભાવવાળો મનુષ્ય ધર્મરત્નના યોગ બને છે.
૪ ચોથો ટોકિય મુ.
इह परलोयविरुद्धं, न सेवए दाणविणय सीलट्ठो लोयप्पिओ जणाणं, जणेइ धम्ममि बहुमाणं. ४
જે પુરૂષ, દાતાર, વિનયવત, શીલવંત હોય છે તે આ લોક અને પરલોક વિરૂદ્ધને સેવત નથી તેથી તે લોકોમાં પ્રિય થઈ પડે છે અને મનુષ્યનું ધર્મમાં બહુ માન ઉત્પન્ન કરે છે.
આકવિરૂદ્ધ કાર્યો નીચે પ્રમાણે છે.” સર્વ કોઈની નિન્દા કરવી અને તેમાં પણ વિશેષતઃ ગુણવત્ત સાધુઓ, મહાત્માઓ વગેરેની નિન્દા કરવી અને ભેળે ભાવે ધર્મ કરનારની હાંસી કરવી, તેમજ જગતમાં પૂજનીય પુરૂષોનું અપમાન કરવું, તેમજ ઘણુ લકથી જે વિરૂદ્ધ હોય તેની સોબત કરવી, તેમજ દેશ, કૂળ, જાત, વગેરેના જે શ્રેષ્ઠ આચાર હોય તેનું ઉલ્લંધન કરવું, ઉભટ વેષ પહેર, ભલા મનુષ્યને કષ્ટ પડતાં રાજી થવું, પિતાનું સામર્થ્ય છતાં ભલા મનુષ્યનું દુઃખ ન ટાળવું,
For Private And Personal Use Only