Book Title: Shravaka Dharma Swaroop Part 1 Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રાવક ધર્મ સ્વરૂપ. v પ * * ** -. .......... ..... ... * ગંભીર ગુણ ધારણ કરવાથી થતા ફાયદા ગંભીર ગુણ ધારણ કરવાથી પિતાના આત્માને અને અન્યના આત્માને શાનિમાં રાખી શકાય છે. ગંભીરતાથી મનુષ્ય પોતાના આત્માને ઉચ્ચ દશા તરફ ખેંચે છે અને દોષોને ઢાંકી ગુણ ગ્રહવા સમર્થ થાય છે. ગંભીર પુરૂષ, અન્ય મનુષ્યોને વિશ્વાસ મેળવી શકે છે અને તે અન્ય મનુષ્યોનાં હૃદય જેવા સમર્થ થાય છે, દરેક ધર્મમાં સગુણ અને દેષો કયા કયા અંશે છે તે જોઈ શકે છે, પણ તે ગંભીર હોવાને લીધે કોઈને અપ્રિય થઈ પડતો નથી. ગંભીર મનુષ્ય હજારો વાતને મનમાં રાખી શકે છે અને તે કોઈને દોષો પ્રકાશ નથી; તેથી તે સર્વત્ર માનનીય થઈ પડે છે. ક્રોધાદિ દોષોની મન્દતાના લીધે ગંભીર મનુષ્ય હૃદયની શુદ્ધિ કરે છે અને તેથી તે યોગ્ય શબ્દોને વિચાર કરી બોલે છે. ગમે તેવા પ્રસંગોમાં પણ કોઈનાં તે છિદ્ર ઉધાડતો નથી તેથી તે સર્વને મિત્ર બની શકે છે. ગંભીરતાના પ્રતાપથી વરીયે પણ ગુણો ગાવા માંડે છે અને તેથી તે પિતાનું અને પરનું ભલું કરવા સમર્થ થાય છે. ગંભીરતાના પ્રતાપે વૈરીના પણ દેષ બોલતો નથી ત્યારે તે સાધુસન્તોના છતા અગર અછતા દેષને તો કેમ બોલી શકે છે અર્થાત બેલે જ નહીં. મનુષ્ય પોતાના ગંભીર ગુણથી હૃદયને ધર્મગ્ય બનાવે છે. ગંભીર મનુષ્યના હૃદયમાંજ ધર્મ ઠરી શકે છે. માટે સર્વ ગુણોમાં પ્રથમ નંબરવાળા ગંભીરગુણને મનુષ્યોએ ધારણ કરવો જોઈએ. જ્યારે ગંભીર ગુણ વિના શ્રાવકપણું હેઈ શકતું નથી, ત્યારે ગંભીર ગુણ વિના સાધુપણું તો કયાંથી હાઈ શકે ? અર્થાત ન હોઈ શકે. ગંભીર ગુણવંત સાગરની ઉપમાને ધારણ કરે છે; સાગરના મધ્ય ભાગમાં શું રહ્યું છે તે ઉપરથી જોતાં માલુમ પડે નહીં, તેમ ગંભીર પુરૂષના હૃદયમાં શું રહ્યું છે તેની અન્ય સામાન્ય મનુષ્યને ખબર પડતી નથી. ગંભીર પુરૂષનું હૃદય વિશાળ હોય છે તેથી તે જે સાંભળે છે તે હૃદયરૂ૫ સમુદ્રના તળીએ મૂકે છે; તે કારણ વિના અને લાભ વિના કોઈ વાતને એકદમ કહેતો નથી તેથી તે સંસાર વ્યવહારમાં પણ શ્રેષ્ઠ ગણાય છે અને ધર્મ રત્ન માટે પણ યોગ્ય ગણાય છે. ગંભીર પુરૂષના હૃદયને કઈ કળી શકતું નથી. જગમાં ઉચ્ચ પદવી પર તે આવે છે અને તે મનની શાદશા રાખી શકે છે, માટે ધર્મરત્નના અર્થીઓએ ગંભીર ગુણને અવશ્ય ધારણ કર For Private And Personal Use OnlyPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44