________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રાવક ધર્મ સ્વરૂપ.
२ द्वितीय-रूपवान् गुण. संपुग्नंगोवंगो, पंचिंदियसुंदरो मुसंघयणो;
होइ पभावहेऊ, खमोय तह रूववं धम्मे. २ સંપૂર્ણ અંગોપાંગવાળો પાંચ ઈન્દ્રિયોથી સુંદર દેખાતો અને સારા બાંધાવાળો હોય તે રૂપવાન ગણાય છે. તે પુરૂષ ધર્મ પાળવામાં સમર્થ થાય છે. અખંડિત અંગવાળો પંચેન્દ્રિયથી શોભતે મનુષ્ય વિશેષતઃ ધર્મરનને
ગ્ય થાય છે. પહેલા સંઘયણ વાળો જ ધર્મ પામી શકે એ અર્થ કરે. નહીં, કારણ કે સર્વે સંસ્થાન અને સર્વ સંહનોમાં ધર્મ પામી શકાય છે. સારા બાંધાવાળો હોય તે તપ સંયમાદિક અનુષ્ઠાન કરવામાં સમર્થ રહી શકે છે એમ આ વિશેષણ આપવાને અભિપ્રાય છે; એવો પુરૂષ, તીર્થની ઉન્નતિનું કારણ થઈ શકે છે.
નદિષેણુ અને હરિ કેશિબળ વગેરે કુરૂપવાન છતાં ધર્મ પામ્યા છે, એમ કહી રૂપવા૫ણનો દોષ ન બતાવવો જોઈએ, કારણ કે તેઓ પણ સંપૂર્ણ અંગે પાંગાદિકે કરી યુક્ત હેવાથી રૂપવાનજ ગણી શકાય છે અને આ વાત પણ પ્રાયિક છે; કારણ કે અન્ય ગુણને સદ્ભાવ હોય તો પછી કુરૂપપણું હોય અથવા કેઈ બીજા અમુક ગુણને અભાવ હોય તેથી કંઈદેષ આવતો નથી. કહ્યું. છે કે, ચોથા ભાગે ગુણહીન હોય તો મધ્યમ પાત્ર અને અર્ધગુણહીન હોય તે અધમ પાત્ર જાણવા. શરીર મજબૂત બનાવવું કે જેથી શરીર દઢ થવાથી ધર્મની સાધના બરાબર થાય એમ છેવટને લેખક તરફથી સારાંશ સમજો.
३ त्रीजो सौम्य स्वभाव गुण.
पर्यई सोम सहावो, न पावकम्म पवत्तए पायं,
होइ सुहसेवाणिज्जो, पसमानिमित्तं परेसिपि. ३
સ્વભાવે શાન્ત સ્વભાવવાળ ઘણું કરીને પાપકર્મમાં પ્રવૃત્તિ કરતા નથી અને સુખે સેવી શકાય છે અને અન્યોને પણ શાતિનો નિમિત્તભૂત બની શકે છે. જેને ભયાનક આકાર ન હોય તેની પાસ અન્ય મનુષ્ય જઈ શકે છે. તે મનુષ્ય ક્રોધ પામશે એમ અન્યાના મનમાં વિચાર આવતો નથી,
For Private And Personal Use Only