________________
અને જાણવા જેવી બીના જણાવીને, તેનો ત્યાગ કરવાની સૂચના કરી છે. (૧૧) ર૯૧ માલેકના વિવરણમાં સંયમરાગ અને સંયમરાગી જીવનું સ્વરૂપ જણાવ્યું છે. (૧૨) ૩૫૭ માં લોકના વિવરણમાં એલેકઝાંડરનું બધ દાયક દષ્ટાંત દીધું છે, ત્યાર બાદ દીવાલી પર્વને મુદ્દો અને તે વખતે કરવા લાયક કર્તવ્યની સૂચના કરી છે. (૧૩) ૩૨ મા લેકના વિવરણની ટીપણમાં સેનાના આઠ ગુણો પૂજ્યશ્રી આચાર્ય ભગવંતમાં ટુંકામાં ઘટાડીને તેમને પીતવર્ણ સ્પષ્ટ સમજાવ્યા છે. (૧૪) ૪૦૧ મા લેકના વિવરણમાં ધર્મવીરના વિચારો અને મેહને હરાવનારી શીખામણ રૂપે પ્રભુએ કહેલી ૧૩ ભાવના ટુંકામાં જણાવી છે. (૧૫) ૪૦૩ મા લેકના વિવરણમાં ઈલાચીપુત્રની કથા ટુંકામાં જણાવી છે.
(૧૬) રાતે વિચારવા જેવા-૪૧૬ થી ૫૦૩ સુધીના ખાસ જરૂરી ૮૮ લેકે વધાર્યા છે, તેમાં વિસ્તારથી મૈત્રી વિગેરે ભાવનાનું સ્વરૂપ અને આઉખાને ઘટવાના મુખ્ય સાત કારણો, તથા આયુષ્ય કર્મના ભેદ વિગેરેનું વર્ણન કરતાં વૈરાગ્યમય શ્રી ગજસુકુમાલ મુનિરાજનું વર્ણન, કયા જીવો ક્યારે કઈ રીતે કેવું આયુષ્ય કયા કારણથી બાંધે ? આ સવાલને સ્પષ્ટ જવાબ, અબાધાકાલ, “મતિ એવી ગતિ” અને “ ગતિ એવી મતિ” આની ઘટના, બે દષ્ટાંત સહિત છએ લેસ્થાનું અને તે તે લેશ્યાવાળા જીનું સ્વરૂપ તથા લશ્યાનું ફલ જણાવ્યું છે. (૧૭) ૫૦૫માં લેકના વિવરણમાં આત્માએ કરેલી ધાર્મિક પેદાશનું સરવૈયું કાઢતાં પોતે પિતાને પૂછેલા મુખ્ય ૮ પ્રશ્નોના વિસ્તારથી ખુલાસા કર્યા છે. અહીં પ્રસંગે વૈરાગ્યને બેધ દેના બેગમનું દષ્ટાંત પણ દીધું છે, અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org