________________
પ્રત્યક્ષ વસ્તુમાં ભલે આગમનું પ્રામાણ્ય માનો, પરંતુ અત્યંત અદષ્ટ એવા જે પુણ્ય-પાપમાં આગમનું પ્રામાણ્ય કઈ રીતે હોઈ શકે? આવી શંકા કરનારને નીચેના શ્લોકથી જવાબ આપે છે –
चन्द्रसूर्योपरागादे-स्ततः संवाददर्शनात् ।
तस्याप्रत्यक्षेऽपि पापादौ, न प्रामाण्यं न युज्यते ॥३॥ ११५ ॥ ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ વગેરેને આગમથી વાસ્તવિક નિર્ણય થાય છે, માટે અપ્રત્યક્ષ એવા પાપાદિકમાં પણ આગમ વચનનું પ્રામાણ્ય નથી એમ નહીં ? અર્થાત્ અવશ્ય પ્રામાણ્ય છે. (૩)
વાદીની શંકા– __ यदि नाम क्वचिद् दृष्टः, संवादोऽन्यत्र वस्तुनि ।
तद्भावस्तस्य तत्त्वं वा, कथं समवसीयते ? ॥ ४ ॥ ११६ ॥ દેખાતા એવા ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ વગેરે કોઈ સ્થળમાં આગમ-- વચનનો સંવાદ દેખેલ હોય, તેથી પાપાદિકને પ્રતિપાદન કરનાર જે આગમવચન તેનો સંવાદ ભાવ અને પ્રામાણ્ય કઈ રીતે માની શકાય ? (૪) ઉક્ત શંકાનો જવાબ–
आगमैकत्वतस्तच्च, वाक्यादेस्तुल्यतादिना ।
सुवृद्धसम्प्रदायेन, तथा पापक्षयेण च ॥ ५ ॥ ११७ ॥ ગ્રહણને પ્રતિપાદન કરનાર જે વચન અને પાપાદિકને પ્રતિપાદન કરનાર જે વચન, તે બન્ને એક જ આગમના હોવાથી ગ્રહણ પ્રતિપાદન કરનાર વચનને પ્રમાણે માનો , તો પાપાદિકને પ્રતિપાદન કરનાર વચનને પણ પ્રમાણભૂત માનવું જોઈએ. બન્ને વચને એક આગમના છે એમ શાથી માની શકાય ? એના જવાબમાં જણાવે છે કે –બમાં વાક્ય અને પદગા
શ્લીયદિકની સમાનતા વગેરે હોવાથી એકાગમપણું છે. અર્થાત એક જ આગમના બન્ને વચનો છે. કદાચ આગમના જેવી શબ્દ રચના કરીને કોઈ કહેવા માગે કે-અમારા વચનમાં પણ તુલ્યા-સમાન્તા છે, માટે એને પણ પ્રમાણ માનવાં જોઈએ, તો તેના જવાબમાં જણાવે છે કે-જ્ઞાન અને ચરણ
૧–જેનાથી વાસ્તવિક પ્રાપ્તિ થાય એવી પ્રવૃત્તિનું જે જનકપણું તે સંવાદ કહેવાય છે.