________________
૫૩ સાંખ્યમતનો જૈન દષ્ટિએ ઘટી શક્તો સમન્વય–
अत्रापि पुरुषस्यान्ये, मुक्तिमिच्छन्ति वादिनः ।
प्रकृति चापि सन्यायात् , कर्मप्रकृतिमेव हि ॥ ३९ ॥ २३२ ॥ સાંખ્યવાદમાં પણ જૈનો આત્માની મુક્તિને ઈચ્છે છે અને સાંખે કલ્પેલી પ્રકૃતિ તેને કર્મપ્રકૃતિ જ કહે છે. અર્થાત્ કર્મપ્રકૃતિને લઈને આત્મને બંધ અને મેક્ષ ઘટી શકે છે. (૩૯) સાંખ્યમતમાં પૂર્વે જણાવેલ દોષને અભાવ–
तस्याश्चानेकरूपत्वात् , परिणामित्वयोगतः ।
आत्मानो बन्धनत्वाञ्च, नोक्तदोषसमुद्भवः ॥ ४० ॥ २३३ ॥ કર્મ પ્રકૃતિનું અનેક સ્વરૂપપણું હોવાથી તેને પરિણામિત્વનો યોગ હોવાથી અર્થાત્ જ્ઞાનાવરણાદિ વિપાકને યોગ હોવાથી, તથા આત્માનું બંધનપણું હોવાથી અર્થાત્ અન્યોન્ય પ્રવેશ પૂર્વક આત્મ સ્વરૂપનું તિરોધાયકપણું (આચ્છાદકપણું) હોવાથી પૂર્વે જણાવેલ દોષ આવતો નથી. (૪૦) વાદીની શંકા
नामूर्त मूर्ततां याति, मूर्त नायायमूर्तताम् । यतो बन्धाद् यतो न्यायादात्मनोऽसङ्गतं तया ॥ ४१ ॥ २३४ ॥ આકાશની જેમ અમૂર્ત કદાપિ મૂર્ત સ્વરૂપને પામતું નથી, અને પુદગલની જેમ મૂર્ત પણ અમૂર્તપણાને પામતું નથી. આથી કરીને આત્માને કર્મ પ્રકૃતિની સાથે બંધ એટલે એકીભાવ-લોલીમાવ કોઈપણ રીતે ઘટી શકતો જ નથી. (૪૧) શંકાનું સમાધાન
देहस्पर्शादिसंचित्त्या, न यात्येवेत्ययुक्तिमत् ।
अन्योऽन्यव्याप्तिजा चेयमिति बन्धादि सङ्गतम् ॥ ४२ ॥ २३५ ॥ - શરીરને કંટકાદિકને સમ્બન્ધ થવાથી આત્માને જે જ્ઞાન થાય છે તે દેહની સાથે આત્મા લોલીભૂત થયેલ હોય તો જ ઘટી શકેઅન્યથા નહીં. આથી કરીને અમૂર્ત છે તે પણ મૂર્તપણાને પામે છે, માટે અમૂર્ત છે તે મૂર્તિપણાને નથી જ પામતું એવું જે વચન તે યુક્તિવિકળ છે.