________________
પ૧ મુક્તજીવોને સંસારી અવસ્થામાં જે પ્રતિબિમ્બ સ્વભાવ હતો તે મુક્ત અવસ્થામાં પણ કાયમ રહેશે, કારણકે-સાંખ્યમતમાં આત્મા ફૂટસ્થ નિત્ય માનેલ છે. અર્થાત્ તેનો કોઈપણ સ્વભાવ કોઈપણ કાળે બદલાતો નથી. કદાચ એમ કહેવામાં આવે કે-મુક્ત અવસ્થામાં પ્રતિબિમ્બ સ્વભાવ મટીને અપ્રતિબિમ્બ સ્વભાવ થાય છે, તે આ પણ કથન વ્યાજબી નથી; કારણકે– એક સ્વભાવનો વિનાશ અને અપર સ્વભાવની ઉત્પત્તિ માનવાથી આત્માનું ફૂટસ્થ નિત્યપણું ટકી શકતું નથી. (૩૧) દેહથી આત્માને એકાંત ભિન્ન માનનાર સાંખ્યમતમાં દૂષણ
देहात् पृथक्त्व एवास्य, न च हिंसादयः क्वचित् । तदभावेऽनिमित्तत्वात् , कथं बन्धः शुभाशुभः ॥ ३२ ॥ २२५ ॥ શરીરથી આત્માને એકાન્ત ભિન્ન જ માનવામાં આવે તે દેહે કરેલા હિંસાદિ દોષો આત્માને લાગુ પડશે નહીં. તેથી કરીને તગ્નિમિત્તક શુભાશુભ કર્મનો બંધ પણ આત્માને લાગશે નહીં. (૩૨) બંધ નહીં માનવામાં દોષ–
बन्धाहते न संसारो, मुक्तिर्वाऽस्योपपद्यते । ____यमादि तदभावे च, सर्वमेव ह्यपार्थकम् ॥ ३३ ॥ २२६ ॥
જે બંધ નામની વસ્તુ માનવામાં ન આવે તો સંસાર ઘટી શકતું નથી, કારણકે કર્મનું જે બંધન તેજ આત્માનો સંસાર કહેવાય છે.
તેમજ આત્માની મુક્તિ પણ ઘટી શક્તિ નથી, કારણકે કર્મબંધનથી સર્વથા છૂટા થવું તેનું નામ મોક્ષ કહેવામાં આવે છે. વળી મોક્ષ નામની જે વસ્તુ ન હોય તો તેને માટે કરાતા યમ-નિયમાદિ ધર્માનુષ્ઠાનો પણ નિરર્થક થઈ જશે. (૩૩) સાંખ્ય મતનું સમાધાન
भारमा न बध्यते नापि, मुच्यतेऽसौ कदाचन। बध्यते मुच्यते चापि, प्रकृतिः स्वात्मनेति चेत् ॥ ३४ ॥ २२७ ।। આત્મા કદાપિ બંધાતું નથી તેમ છૂટો પણ થતું નથી, પરંતુ પ્રકૃતિ પોતાના પરિણામ દ્વારા બંધાય છે અને મુક્ત થાય છે. અર્થાત્ બંધ અને મોક્ષ પ્રકૃતિને આશ્રીને છે, પણ આત્માને આશ્રીને નહિં. (૩૪)
૧૪ શ૦ ૦ દ્રિ