________________
૪૯
ઘટાદિ કાર્ય, કુલાલાદિ કર્તા હોય તો જ ઉત્પન્ન થતું દેખાય છે. આથી સમજી શકાય છે કે પૃથિવ્યાદિ રૂપ ઉપાદાન કારણ માત્રથી તે થતું નથી. (૨૫) ઘટાદિ કાર્યમાં કર્તુત્વની ઘટના અને તેનું નિરસન– तत्रापि देहकर्ता चेन्नैवासावात्मनः पृथक् ।
पृथगेवेति चेद् ? भोग, आत्मनो युज्यते कथम् ? ॥ २६ ॥ २१९ ॥ ઘટાદિકને વિષે કુલાલાદિકનો દેહ છે તે કર્તા છે, એમ જે કહેવામાં આવે તો તે વ્યાજબી નથી.
કારણકે-આ દેહ પુરુષથી ભિન્ન નથી. કદાચ ભિન્ન માનવામાં આવે તો એને ભોગ આત્માને કઈ રીતે હોઈ શકે ?
કારણકે–એવો નિયમ છે કે-જે કર્તા હોય તે જ ભોકતા બને છે. પ્રસ્તુતમાં કર્તા તો પ્રકૃતિ છે અને આત્મા તો અકર્તા છે, માટે આત્માને તે ભોગ ઘટી શકે નહીં. (૨૬) વસ્તુતઃ આત્માને ભોગ નથી એવી સાંખ્યની માન્યતા–
देहभोगेन नेवास्य, भावतो भोग इष्यते ।
प्रतिबिम्बोदयात् किन्तु, यथोक्तं पूर्वसूरिभिः ॥ २७ ॥ २२० ॥ વસ્તુતઃ આત્માને ભોગ નથી, કિન્તુ દેહના ભોગ વડે કરીને આત્માનો ભેગ પ્રતિબિમ્બોદયથી માનેલ છે. એમ પૂર્વના વિંધ્ય વગેરે સાંખ્યાચાર્યોએ • કહેલ છે.
અર્થાત જળ સૂર્ય સ્વરૂપ નથી, માટે સૂર્યનો પ્રકાશ જળમાં નથી, છતાં પણ સૂર્યનું પ્રતિબિમ્બ જળમાં પડે છે, તેથી તે પ્રતિબિઅને ગ્રહણ કરનાર જળ પ્રકાશવાળું થાય છે. તેવી રીતે સ્વસ્થપણું હોવાથી દર્પણના સરખી બુદ્ધિમાં ચેતન્યનું પ્રતિબિંબ પડે છે, તેથી બુદ્ધિ ચેતનાવાળી થાય છે.
આવી પોતાના પ્રતિબિમ્બવાળી ભકતૃ જે બુદ્ધિ તેના સાન્નિધ્યથી આત્મા-પુરુષ પણ ભોક્તા જેવો થાય છે. (૨૭) ઉપરોક્ત વાતનું કથન–
पुरुषोऽविकृतात्मैव, स्वनिर्भासमचेतनम् । मनः करोति सान्निध्यादुपाधिः स्फटिकं यथा ॥ २८ ॥ २२१ ॥