________________
પ્રકૃતિથી ઉત્પન્ન થતા મહત્ આદિનો ક્રમ
प्रधानान्महती भावोऽहङ्कारस्य ततोऽपि च ।
अक्षतन्मात्रवर्गस्य, तन्मात्राद् भूतसंहते ॥ १९ ॥ २१२ ॥ પ્રકૃતિથી મહાન (બુદ્ધિતત્ત્વ), મહાનથી અહંકાર, અહંકારથી પાંચ જ્ઞાનેન્દ્રિય (ચક્ષુ, શ્રોત્ર, ઘાણ, રસન, અને ત્વ), પાંચ કર્મેન્દ્રિય (વાફ, પાણિ, પાદ, પાચૂપચ્છ), મન, અને પાંચ તન્માત્રા (શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ) ઉત્પન્ન થાય છે.
અને પાંચ તન્માત્રાથી પાંચ ભૂત (પૃથિવી, અપ, તેજ, વાયુ, અને આકાશ) ઉત્પન્ન થાય છે. (૧૯) સ્થૂલકાર્યને આશ્રીને કથન– घटायपि पृथिव्यादिपरिणामसमुद्भवम् ।
नात्मव्यापारजं किञ्चित् , तेषां लोकेऽपि विद्यते ॥ २० ॥ २१३ ॥ સાંખ્ય મતમાં આત્મા અકર્તા હોવાથી લોકોને વિષે પણ પૃથિવી વગેરેના પરિણામથી ઉત્પન્ન થયેલ કોઈપણ ઘટ-પટાદિ પદાર્થ આત્માના વ્યાપારથી ઉત્પન્ન થયેલ નથી. (૨૦) અસત્ કાર્યવાદીનું કથન–
अन्ये तु ब्रुवते ह्येतत् , प्रक्रियामात्रवर्णनम् । अविचार्यैव तद् युक्त्या, श्रद्धया गम्यते परम् ॥ २१ ॥ २१४ ॥ પૂર્વ જવેલ સાંખ્યમતની પ્રક્રિયા યુક્તિશૂન્ય હોવાથી, કેવલ શ્રદ્ધા માત્રથી ગમ્ય છે. અર્થાત્ યુક્તિથી વિચારવામાં આવે તો તે ઘટી શક્તિ નથી. એમ બૌદ્ધ વગેરે સત્ કાર્યવાદીઓ કહે છે. (૨૧) યુક્તિ વિકળતાનું પ્રદર્શન–
युक्त्या तु बाध्यते यस्मात् प्रधानं नित्यमिष्यते।
तथात्वाप्रच्युतौ तस्य, महदादि कथं भवेत् ॥ २२ ॥ २१५ ॥ યુક્તિથી વિચારતાં ઉક્ત સાંખ્યમત ટકી શકતો નથી, કારણકે–પ્રકૃતિ નિત્ય માનેલ છે એટલે એના કોઈપણ સ્વરૂપમાં ફેરફાર ન થઈ શકે તે પછી તેના પરિણામ રૂપે મહત વગેરે કઈરીતે હોઈ શકે ? અર્થાત્ ન હોઈ શકે. (૨૨)