________________
શંકા અને સમાધાન तस्यैव तत्स्वभावत्वादिति चेत् किं न सर्वदा ? ।
अत एवेति चेत् तस्य, तथात्वे ननु तत् कुतः ? ॥ २३ ॥ २१६ ॥ પ્રધાનને જ (પ્રકૃતિનો જ) તેઓ સ્વભાવ હોવાથી પોતે તસ્વરૂપે કાયમ રહે છે અને મહત્વ વગેરેને ઉત્પન્ન કરે છે, આવું સાંખ્યમતનું સમાધાન વ્યાજબી નથી; કારણકે–મહત વગેરેને ઉત્પન્ન કરવાનો પ્રકૃતિનો સ્વભાવ છે તો પ્રતિદિન મહતુ વગેરેને કેમ ઉત્પન્ન ન કરે ?
આના જવાબમાં કદાચ એમ કહેવામાં આવે કે-કદાચિત જ મહતુ. વગેરેને ઉત્પન્ન કરવું એવો પ્રકૃતિનો સ્વભાવ હોવાથી, પ્રકૃતિ મહત આદિકને કાયમ ઉત્પન્ન કરતી નથી.
આ સમાધાન પણ વ્યાજબી નથી. પ્રકૃતિ નિયત સ્વરૂપથી વિકાર પામતી નથી, તો પછી કદાચિત ઉત્પન્ન કરવાનો સ્વભાવ પ્રકૃતિનો કઈ રીતે હોઈ શકે? (૨૩) એકાન્ત નિત્ય પ્રકૃતિથી મહત આદિની અનુત્પત્તિनानुपादानमन्यस्य, भावेऽन्यजातुचिद् भवेत् । तदुपादानतायां च, न तस्यैकान्तनित्यता ॥ २४ ॥ २१७ ॥ મહત્ આદિથી એકાન્ત ભિન્ન એવી પ્રકૃતિનું સન્નિધાન હોય, છતાં પણ ઉપાદાન કારણથી રહિત એવું મહતુ આદિક કોઈપણ રીતે ઉત્પન્ન થઈ શકે નહીં, કારણકે–એકાન્ત અસત જે હોય તે કદી પણ સત થઈ શકતું નથી.
કદાચ એમ કહેવામાં આવે કે મહત્ વગેરેનું ઉપાદાને કારણે પ્રકૃતિ જ છે, માટે તે રૂપે મહત આદિ સત છે. અને તેથી તેની ઉત્પત્તિ થઈ શકશે, તો એ વાત પણ તેની વ્યાજબી નથી. કારણકે-ઉપાદાન કારણ અને ઉપાદેય કાર્યનું અભિન્નપણું હોવાથી મહત્ વગેરેનો વિનાશ થયે છતે પ્રકૃતિને પણ વિનાશ થશે. તેથી પ્રકૃતિનું એકાન્ત નિત્યપણું ટકી શકશે નહીં. (૨૪) કેવળ ઉપાદાન કારણથી જ ઘટાદિ કાર્યની અનુત્પત્તિ— * घटाद्यपि कुलालादिसापेक्षं दृश्यते भवत् । अतो न तत् पृथिव्यादिपरिणामैकहेतुकम् ॥ २५ ॥ २१८ ॥