________________
સમાધાનનું નિરસન
एकान्तेनैकरूपाया, नित्यायाश्च न सर्वथा । तस्याः क्रियान्तराभावाद्, बन्ध-मोक्षौ सुयुक्तितः ॥ ३५ ॥ २२८ ॥ પ્રકૃતિ એકાન્ત પ્રવૃત્તિરૂપ નિત્ય સ્વભાવવાળી હોવાથી તેનો નિવૃત્તિ સ્વભાવ કઈરીતે હોઈ શકે? અને તેથી કરીને પ્રકૃતિને બંધ અને મોક્ષ પણ યુક્તિથી ઘટી શક્તા નથી. (૩૫) અન્ય દોષ– मोक्षः प्रकृत्ययोगो यदतोऽस्याः स कथं भवेत् ।
स्वरूपविगमापत्तेस्तथा तत्रविरोधतः ॥ ३६ ॥ २२९ ॥ સાંખ્ય મતમાં પ્રકૃતિનો વિયોગ તેનું નામ મોક્ષ કહેવાય છે, તો પછી પ્રકૃતિનો વિયોગ પ્રકૃતિને કઈ રીતે હોઈ શકે ?
અને પ્રકૃતિને પ્રકૃતિનો વિયોગ જો માનવામાં આવે તો પ્રકૃતિને પ્રકૃતિપણું જ નહીં રહી શકે. તથા સાંખ્યશાસ્ત્રનો પણ વિરોધ આવતો હોવાથી પ્રકૃતિને મોક્ષ કહેવો તે પણ વ્યાજબી નથી. (૩૬) આત્માનો મોક્ષ જણાવનાર સાંખ્યશાસ્ત્ર
पञ्चविंशतितत्त्वज्ञो, यत्र कुत्राश्रमे रतः।
जटी मुण्डी शिखी वाऽपि, मुच्यते नाऽत्र संशयः ॥ ३७ ॥ २३० ॥ પચીશ તને જાણનાર આત્મા કોઈપણ આશ્રમની અંદર હોય, પછી ભલે તે જટી (બ્રહ્મચારી), મુંડી (સંન્યાસી), કે શિખી (વાનપ્રસ્થ અને ગૃહસ્થ) હો, છતાં પણ તે મોક્ષને પામે છે, આ બાબતમાં લેશમાત્ર પણ સંશય નથી. (૩૭) ઉપસંહાર– पुरुषस्योदिता मुक्तिरिति तन्त्रे चिरन्तनैः ।
इत्थं न घटते चेयमिति सर्वमयुक्तिमत् ॥ ३८ ॥ २३१ ॥ - સાંખ્યશાસ્ત્રમાં પૂર્વના સાંખ્યાચાર્યોએ ઉપર જણાવ્યા પ્રમાણે આત્માની મુક્તિ કહેલી છે. તેથી કરીને પૂર્વ જણાવેલ યુક્તિથી સાંખ્યની પ્રકિયા ઘટી શકતી નથી, માટે સાંખ્યમત યુક્તિવિકળ છે. (૩૮)