Book Title: Shastra Vartta Samucchay Part 02
Author(s): Sushilvijay
Publisher: Vijaylavanyasuri Gyanmandir

View full book text
Previous | Next

Page 247
________________ કર્તા છે, માટે ઔપચારિક કત્વ લેવાની જરૂરત નથી. આ રીતે જૈન દષ્ટિએ કર્તુત્વવાદની વ્યવસ્થા સુઘટ છે. (૧૪) નાસ્તિકથી ભિન્ન શાસ્ત્રકારોની પ્રશંસા शास्त्रकारा महात्मानः, प्रायो वीतस्पृहा भवे । सत्त्वार्थसंप्रवृत्ताश्च, कथं तेऽप्युक्तभाषिणः ॥ १५॥ २०८॥ ઘણું કરીને સંસારમાં નિસ્પૃહ એવા મહાત્મા શાસ્ત્રકારો, જેઓની પ્રાણીઓના ઇષ્ટને માટે પ્રવૃત્તિ છે તે કઈ રીતે અયુક્ત વસ્તુને કહે ? અર્થાત ન કહે. (૧૫) અભિપ્રાયનું અન્વેષણ अभिप्रायस्ततस्तेषां, सम्यग मृग्यो हितैषिणा । न्यायशास्त्राविरोधेन, यथाह मनुरप्यदः ॥ १६ ॥ २०९ ॥ યુક્તભાષી એવા શાસ્ત્રકારને અભિપ્રાય યુક્તિ અને આગમનો વિરોધ ન આવે તે રીતે હિતેચ્છુ જીવોએ રૂડી રીતે શોધવો જોઈએ. જેને માટે મનુ પણ આ વાત કહે છે. (૧૬) મનુનું વચન– आषं च धर्मशास्त्रं च, वेदशास्त्राविरोधिना। यस्तकेंणानुसंधत्ते स धर्म वेद नेतरः ॥ १७ ॥ २१० ॥ ઋષિપ્રણત વેદાદિ અને પુરાણાદિ ધર્મશાસ્ત્રને પરસ્પર વેદ અને પુરાણાદિનો વિરોધ ન આવે તે રીતે યુક્તિથી જે અનુસંધાન કરે છે તે ધર્મને જાણનાર છે, બીજો નહીં. (૧૭) [તિ જળવાવવા] સાંખ્ય મતનું પ્રદર્શન– प्रधानोद्भवमन्ये तु, मन्यन्ते सर्वमेव हि । महदादिक्रमेणेह, कार्यजातं विपश्चितः ॥ १८ ॥ २११ ॥ ઈશ્વર ક્તત્વને નહીં માનનાર સાંખ્યમતાનુયાયી વિદ્વાનો મહત આદિના ક્રમથી પ્રકૃતિથી ઉત્પન્ન થયેલ સર્વ વસ્તુ માને છે. (૧૮)

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262