________________
૪૪
સૌથી પ્રથમ સૃષ્ટિનું સર્જન થાય છે એમ માની લઇએ તો પણ કૃતકૃત્ય એવા ઈશ્વરને તેમાં પ્રયોજન નથી.
પ્રયોજન-લાભિલાષા છે એમ માનવામાં આવે તો તમોએ માનેલું ઈશ્વરનું વીતરાગત્વ–વીતરાગપણું નષ્ટ થાય છે.
કદાચ એમ કહેવામાં આવે કે–ભલે પ્રયોજન ન હો, છતાં પણ ઈશ્વરનો સ્વભાવ જ એવો છે કે સૃષ્ટિની આદિમાં સ્વતંત્રતાથી જ કાર્ય કરે છે. અને પછીના કાળમાં જીવોની અદષ્ટની-કર્મની અપેક્ષા રાખીને કાર્ય કરે છે.
આ વસ્તુ પણ વ્યાજખી નથી. કારણકે કોઇ પણ પ્રમાણથી જો ઇશ્વર સિદ્ધ થયેલ હોય તો તેમાં ઉપર જણાવેલ સ્વભાવની કલ્પના કરી શકાય, કિન્તુ તેની સિદ્ધિ જ ન થઈ હોય ત્યાં સ્વભાવની કલ્પના શેમાં કરશો? ( ૮ )
પરાભિપ્રાય અને તેનું નિરસન—
कर्मादेस्तत्स्वभावत्वे, न किञ्चिद् बाध्यते विभोः ।
વિમોસ્તુ તત્વમાવત્વે, તત્વવવાધનમ્ ॥ ૧ ॥ ૨૦૨ ॥
ઈશ્વરથી અનપેક્ષ એવું કર્મ જગતને કરે છે, માટે ઈશ્વરને દોષ નથી, પરંતુ તેનું વીતરાગપણું દઢ થાય છે. અને તેથી ઈશ્વરનું જગત્કર્તૃત્વ નિર્દોષ છે.
આવી પણ પરની માન્યતા વ્યાજબી નથી. કારણકે—કર્માદિક કારણની અનપેક્ષતારૂપ સ્વતંત્રતાથી અથવા કર્માદિક કારણની સાપેક્ષતાથી ઈશ્વરમાં જગત્સર્જન સ્વભાવ છે. એમ માનવામાં આવે તો કૃતકૃત્યત્વનો પરિ( પૂર્ણતાનો ) ખાધ આવે છે.
જગત્સર્જનની ઇચ્છા થવાથી ઈશ્વરમાં કૃતકૃત્યત્વ રહેતું નથી. કૃતકૃત્યત્વ તો ક્યારે હોઈ શકે કે જ્યારે કંઇપણ કરવાનું ખાકી ન હોય ત્યારે. (૯) જૈન દૃષ્ટિએ ઈશ્વરનું જગત્કર્તૃત્વ—
ततश्चेश्वरकर्तृत्ववादोऽयं युज्यते परम् ।
સમ્બન્ધાય વિરોધન, ચચાદુઃ સુન્નુઃ || ૧૦ || ૨૦૩ ॥