________________
૪૩
પ્રવૃત્તિ કરે છે, માટે ઈશ્વરની વીતરાગતા કાયમ રહે છે. આવું પરનું સમાધાન વ્યાજબી નથી. આ રીતે જો માનવામાં આવે તો ઇશ્વરનું કર્તૃત્વ વ્યર્થ પડે છે. (૬)
આજ વાતને પ્રકારાન્તરથી જણાવે છે—
फलं ददाति चेत् सर्व, तत् तेनेह प्रचोदितम् ।
જાણે પૂર્વતોષઃ સ્થાત્, સષ્ઠે મત્તિમાત્રતા | ૭ || ૨૦૦ ||
જગતમાં સકલ શુભ અને અશુભ કર્મ ઇશ્વરથી પ્રેરાયું હતું જ સુખ અને દુઃખાદિકને આપે છે, કારણકે–અચેતન છે તે ચેતનથી પ્રેરાયું છતું જ કાર્ય કરે છે, માટે ઈશ્વરને કર્તા તરીકે માનવા જોઈ એ.
આવો પરનો અભિપ્રાય વ્યાજખી નથી, કારણકે આ વસ્તુમાં બે વિકલ્પ સંભવે છે.
શુભ અને અશુભ કર્મ સ્વયંફળ આપવામાં શું અસમર્થ છે ? અથવા શું સમર્થ છે?
અસમર્થ છે એમ જો માનવામાં આવે તો ઈશ્વરની પ્રેરણાદ્વારા શુભ કર્મથી અશુભ ફળ અને અશુભ કર્મથી શુભ ફળ કેમ ન થાય ? અર્થાત્ થાય.
અથવા જે કર્મથી જેને ઈશ્વર સ્વર્ગમાં લઈ જવા ચાહે છે તેને તે કર્મથી સ્વર્ગમાં લઈ જાય છે. અને જેને જે કર્મથી નરકમાં લઈ જવા ચાહે છે તેને તે કર્મથી નરકમાં લઈ જાય છે. આથી ઈશ્વરને એક પ્રત્યે રાગ અને ખીજા પ્રત્યે દ્વેષ થવાથી (ઇશ્વરની ) વીતરાગતા નષ્ટ થાય છે.
કદાચ એમ કહેવામાં આવે કે- કર્મ પાતે જ ફળ દેવામાં સમર્થ છે, તો પછી ઈશ્વરની પ્રેરણા સિવાય પણ શુભાશુભ ફળ મળી જશે. તેથી કરીને ઈશ્વરની પ્રેરણા એ તો કેવળ કર્મની ઈશ્વરે કરેલી ભક્તિ જ થઇ. અર્થાત્ ઇશ્વરના કર્તૃત્વની જરૂરત રહેતી નથી. અને સર્વે અચેતન ચેતનથી પ્રેરાઈને જ કાર્ય કરે છે એ વસ્તુ પણ વ્યાજખી નથી, કારણકે-વનમાં કોઇએ કંઇ વાવેલ ન હોય છતાં પણ ખીજમાંથી અંકુરો ઉત્પન્ન થાય છે.(૭) સૌથી પ્રથમ સૃષ્ટિનું સર્જન થાય છે. તેમાં ઇશ્વરનું જ કર્તુત્વ છે. આવો પરનો અભિપ્રાય વ્યાજબી નથી—
आदिसर्गेऽपि नो हेतुः, कृतकृत्यस्य विद्यते ।
प्रतिज्ञातविरोधित्वात्, स्वभावोऽप्यप्रमाणकः ॥ ८ ॥ २०१ ॥