________________
અન્ય આચાર્યો (જૈનાચાર્યો) આ વિષયમાં એમ કહે છે કે–ખરી રીતે પ્રયોજનનો અભાવ હોવાથી ઈશ્વરમાં જગતકતૃત્વ કઈ રીતે ઘટી શકે ? અર્થાત્ ઘટી શકતું નથી. (૪) વીતરાગ એવા ઈશ્વરને વિશ્વ નિર્માણમાં પ્રયોજન નથી. એજ વાતને સ્પષ્ટ કરે છે –
नरकादिफले कांश्चित् कांश्चित् स्वर्गादिसाधने ।
कर्मणि प्रेरयत्याशु, स जन्तून् केन हेतुना ? ॥ ५॥ १९८ ॥ ઈશ્વર કોઈને નરકાદિના સાધનભૂત એવા બ્રહ્મહત્યાદિપ હિંસાદિકમાં પ્રેરે છે, અને કેટલાએકને સ્વર્ગાદિકના સાધનભૂત યમ-નિયમાદિના અનુકાનમાં શીધ્ર પ્રેરે છે.
હવે અહીં પ્રશ્ન એ કરવામાં આવે છે કે–આ ઈશ્વરની પ્રેરણા કયા પ્રયોજનથી છે ?
નરકાદિકના સાધનમાં જે પ્રેરણા તે તો તે તે જીવો પ્રત્યેનો દ્વેષભાવ જણાવે છે. અને સ્વર્ગાદિકના સાધન યમ-નિયમાદિકમાં જે પ્રેરણા તે તો તે તે જીવો પ્રત્યેનો રાગભાવ જણાવે છે. આથી રાગ-દ્વેષના અભાવ૫ જે ઈશ્વરનો વૈરાગ્ય ગુણ તેજ નષ્ટ થઈ જાય છે. કદાચ એમ કહેવામાં આવે કે-ઈશ્વરને કાંઈ પણ પ્રયોજન છે જ નહીં? તો એના જવાબમાં જણાવવાનું કે
પ્રયોજન નથી તો પ્રયોજનમૂલક પ્રેરણા પણ ન હોઈ શકે, અર્થાત જગતમાં કોઈ પણ પ્રેરણા કરવામાં આવે છે તે કોઈ પણ ફળને અનુલક્ષીને હોય છે. જે ફળ ન હોય તો તેને માટે પ્રેરણા પણ ન હોય. અને પ્રેરણાના અભાવે પ્રેરકપણું પણ ન હોઈ શકે, તે પછી ઈશ્વર પ્રેરક છે, માટે કતાં છે એવો તમારો સિદ્ધાંત નષ્ટ થાય છે. અર્થાત્ પ્રયોજન કે પ્રયોજનનો અભાવ એ બેમાંથી એકે ઘટી શકતું નથી. (૫) પરનો અભિપ્રાય અને તેનું નિરસન–
स्वयमेव प्रवर्तन्ते, सत्त्वाश्चेच्चित्रकर्मणि । નિરર્થમિહેરામ્ય, નૃવં જયતે થ ા . ૧૨૧ / જીવો પોતાની મેળે જ તમોગુણની અધિકતાથી બ્રહ્મહત્યાદિ અશુભ કાર્યમાં પ્રવૃત્તિ કરે છે અને સત્ત્વગુણની અધિકતાથી યમ-નિયમાદિ શુભ કાર્યમાં