________________
થ
પાતાજલ અને નૈયાયિક વગેરેએ બતાવેલો ઈશ્વરનો જગતું કર્તુત્વવાદ કોઈપણ રીતે ઘટી શકતો નથી, કિન્તુ લોકપ્રસિદ્ધ એવો આ ઈશ્વરનો કર્તત્વવાદ કોઈપણ તર્કથી બાધ ન આવે એવી જુદી જ યુક્તિથી જે રીતે ઘટી શકે છે તે રીતે જૈન સિદ્ધાંતના નિષ્ણાત પરમષિઓ કહે છે. (૧૦) પરમર્ષિનું વચન, અને તેમાં મોક્ષ કર્તુત્વનું પ્રદર્શનईश्वरः परमात्मैव, तदुक्तव्रतसेवनात् ।
यतो मुक्तिस्ततस्तस्याः, कर्ता स्याद् गुणभावतः ॥ ११ ॥ २०४ ॥ સર્વજ્ઞ મહાપુરુષ તેજ ઈશ્વર છે. અને તેમણે કહેલા વ્રતોનું સેવન કરવાથી જીવે મુક્તિ મેળવી શકે છે, માટે તે દૃષ્ટિએ અર્થાત્ ઉપચારથી તેઓ (પરમાત્મા) મોક્ષના કર્તા છે. (૧૧) સંસાર કર્તૃત્વનું પ્રદર્શન–
तदनासेवनादेव, यत् संसारोऽपि तत्त्वतः ।।
तेन तस्यापि कर्तृत्वं, कल्प्यमानं न दूष्यति ॥ १२ ॥ २०५ ॥ તે પરમાત્માએ કહેલો વ્રતોનું સેવન નહીં કરવાથી ખરેખર સંસાર (પરિભ્રમણ) હોય છે. તેથી તે દૃષ્ટિએ સંસારનું પણ કલ્પના કરાતું કર્તુત્વ દોષ રહિત છે. અર્થાત્ આ રીતે તેઓ સંસારના પણ કર્તા છે. (૧૨)
ઔપચારિક કર્તુત્વવાદમાં રહેલ ગુણ— कर्ताऽयमिति तद्वाक्ये, यतः केषाञ्चिदादरः ।
અતdવાનુાથેન, તસ્ય વેરાના ૧૨ ૨૦ / કેટલાએક ભદ્રિક પરિણામી જીવોને ઈશ્વર જગતનો ર્તા છે એમ સમજાવવાથી ઈશ્વરે કહેલા સિદ્ધાંતને વિષે આદરભાવ–શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. આ શ્રદ્ધા ગુણને અનુલક્ષીને ઈશ્વર વિશ્વના કર્તા છે એમ (ઔપચારિક દૃષ્ટિએ) કહી શકાય છે. (૧૩) ઉપચાર સિવાય સાક્ષાત્ કર્તુત્વવાદ– परमैश्वर्ययुक्तत्वान्मत आत्मैव वेश्वरः ।
स च कर्तेति निर्दोषः, कर्तृवादो व्यवस्थितः ॥ १४ ॥ २० ॥ નિશ્ચય નયની દષ્ટિએ પ્રત્યેક આત્મા ઉત્કૃષ્ટ કેવલ જ્ઞાનાદિપ પરમ ઐશ્વર્ય યુક્ત હેવાથી આત્મા જ ઈશ્વર છે. અને તે જૈન મતે પણ સાક્ષાત