Book Title: Shastra Vartta Samucchay Part 02
Author(s): Sushilvijay
Publisher: Vijaylavanyasuri Gyanmandir

View full book text
Previous | Next

Page 236
________________ ૩૫ તેથી સારાંશમાં એ આવશે કે-દંડાદિકથી ઘટ ન પણ થાય અને તંતુ વગેરેથી પટ ન પણ થાય. આ સર્વ રીતે વસ્તુના અભાવનો પ્રસંગ આવશે. તથા “દંડાદિકથી જ થયેલ હોય તે ઘટ કહેવાય અને તંતુ વગેરેથી જ થયેલ હોય તે પટ કહેવાય” આ રીતે પણ નિયમ ઘડી શકાશે નહીં, કિન્તુ અનિયતપણાને લઈને દંડાદિથી ભિન્ન વસ્તુથી થયેલ હોય તે પણ ઘટ કહેવાય અને તંતુ વગેરેથી ભિન્ન વસ્તુથી થયેલ હોય તે પણ પટ કહેવાય. એ રીતે દંડાદિકથી થયેલા ઘટમાં પટપણું અને તંતુ વગેરેથી થયેલા પટમાં ઘટપણું આવી જશે. જેથી કરીને ઘટ-પટાદિકમાં પરસ્પર એક બીજાના સ્વરૂપનું સંક્રમણ થશે. વળી માટી વગેરેથી ઘટ જ થાય એવો નિયમ નહીં રહેવાથી માટી આદિથી ઘટ ન પણ થવો જોઈએ. અને તેથી કરીને ઘટ બનાવવા માટે માટી વગેરે લાવવાની જે ક્રિયા તે નિષ્ફળ જશે. આ બધા દોષથી બચવા માટે નિયતિ નામનું તત્ત્વાન્તર અવશ્ય માનવું જોઈએ. (૬૪) [ તિ નિચતિવા ] એકાન્ત કર્મવાદીની માન્યતા , 7 મોવતૃત્તિળ, મોડ્યું નત્તિ વિદ્યા. न चाकृतस्य भोक्ता स्यान्मुक्तानां भोगभावतः ॥ ६५ ॥ १७७ ॥ જગતમાં ભક્તા સિવાય ભોગ્ય વસ્તુ હોઈ શક્તિ નથી. અર્થાત્ જે વસ્તુનો ભોક્તા હોય તેજ વસ્તુ ભોગ્ય કહી શકાય. અને જેને કર્મ નથી કરેલ તે ભોક્તા હોઈ શક્તો નથી. અર્થાત જેણે કર્મ બાંધ્યું છે તે જ ભક્તા હોઈ શકે છે. આ રીતે જે ન માનવામાં આવે તો કર્મ રહિત જે મુક્તાત્મા તેને પણ ભોગનો પ્રસંગ આવી જશે. (૬૫) આથી શું?— भोग्यं च विश्वं सत्त्वानां, विधिना तेन तेन यत् । दृश्यतेऽध्यक्षमेवेदं, तस्मात् तत्कर्मजं हि तत् ॥ ६६ ॥ १७८ ॥ ૧૩ ર૦ ૦ દિ

Loading...

Page Navigation
1 ... 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262